________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંખના રાખતા સભાના હાલના પ્રમુખશ્રી ખીમચંદ ચાંપશી શાહ પણ એવા જ મળ્યા છે. મણિમહોત્સવની કાર્યવાહીનું મોટું કાર્ય પાર પાડવામાં તેમની સતત કર્તવ્યપરાયણ વૃત્તિ, વૃદ્ધાવસ્થાએ પણ દરેક કાર્યને પહોંચી વળવામાં તેઓશ્રીએ દાખવેલ અંતભર્યો શ્રમ કદી ન ભૂલાય તે હતો. તેમજ કેઈપણ સંસ્થાના કાર્યવાહકેને પ્રેરણાદાયક અને અનુકરણીય હતા. જેણે સંસ્થાને પોતાની જ માની છે અને જે સંસ્થા માટે સતત કાર્ય કરી રહ્યા છે તેમને માટે વધારે શું લખવું? ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદભાઇની, સેક્રેટરીઓ શ્રી ચત્રભુજભાઈ અને શ્રી જાદવજીભાઈ, તથા શ્રી હરિલાલ દેવચંદભાઈ શેઠની તથા ટ્રેઝરર શ્રી રમણલાલભાઈ શેઠની પ્રેરણા દરવણી અને ઉત્સાહ ઘણી રીતે ઉપયોગી થયા છે.
સભાના ઉત્કર્ષમાં જેઓશ્રીએ ચાલીસ વરસ સુધી સતત ભોગ આપે છે, અને સભાને સમૃદ્ધ બનાવવામાં જેઓશ્રીને મોટો ફાળો છે, તે આ સભાના ઉપપ્રમુખ શ્રીયુત ફતેહચંદ ઝવેરભાઈ પિતાની નાદુરસ્ત તબિયતને અંગે આ પ્રસંગે હાજર રહી શકયા ન હતા. તેઓશ્રીએ પણ મહોત્સવને સફળ બનાવવા માટે સતત ભેગ આપે છે, તેની નોંધ લેવાનું અમો આ પ્રસંગે જરૂરી માનીએ છીએ અને સમાજ અને સભાના સેવક શ્રી ફતેહચંદભાઈને આ પ્રસંગે દીર્ધાયુષ ઈચ્છીએ છીએ.
સિત્તેર વરસની સિદ્ધિના સોપાન રચતા સભાને ભવ્ય ભૂતકાળ રજૂ કરે. મણિમહોત્સવ સભાએ ઉજવવાની ભાવના સેવી, અને આ રીતે તે સફળતાને વરી, તે બદલ સભા પોતાના અંતરને આનંદ આ તકે વ્યક્ત કરે છે અને તેમાં એક અથવા બીજી રીતે સાથ આપનાર નાના મોટા તમામ શુભેચ્છકોને તેમજ આ પ્રસંગની ઉજવણીમાં આર્થિક સહાયકનો તથા અપ્રગટ જે વ્યક્તિઓએ સેવા આપી છે તે સર્વેને આ તકે ફરીફરીને આભાર માને છે.
મોત્સવ–સભારંભે ઉજવવાનો આશય કેવળ તેની કીર્તિ કથાઓ ગાવાનો હોતો નથી. પરંતુ “વીતરાગ થવા વીતરાગ ભજુ ”ની યુક્તિની જેમ ભૂતકાળની યશગાથાઓ ગાઈને તેમાંથી નવી પ્રેરણુઓ અને કર્તવ્યપરાયણતાની ભાવના ભાવવા માટે આ ઉત્સવ છે. અને સભાના ઉત્થાન માટે અમારા કર્તવ્યધર્માની શુભ પ્રેરણા આમાંથી મળે એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે આ તક પ્રાર્થના કરીએ છીએ.
મણિમહોત્સવ વિશેષાંક
૧૬-૧
For Private And Personal Use Only