Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ દ્વાદશાર નયચક્રના ઉદ્દઘાટન પ્રસંગે વિદ્વાન ડે. એ. એન. ઉપાધ્યેએ વિદ્ધાને પૂર્ણ ભાષણ આપીને અમને ભાવભીને જે સહકાર આપે છે, તે બદલ સભા સૌની આભારી છે. “નયચક્ર જેવા કઠિન ગ્રંથની ઘણી જ સરળ સમજુતી આપનાર પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયા પણ એટલા જ યશના ભાગીદાર ગણાય. મહોત્સવની ઉજવણીની વાત જ્યારે અમોએ જૈન સંઘના પ્રમુખશ્રી ભેગીલાલભાઈ મગનલાલ શેઠને કરી, ત્યારે તેઓશ્રીએ મહોત્સવના કાર્યને ઉત્સાહપૂર્વક વધાવી લીધો. એટલું જ નહિ પરંતુ મહોત્સવને સફળ બનાવવા માટે પિતાને જ પ્રસંગ માની ઉમળકાથી તેની દરેક કાર્યવાહીમાં તેઓશ્રીએ સાથ આપે છે, તે પ્રેમ અને લાગણી અમે કદી ભૂલી શકીએ તેમ નથી. તેવી જ રીતે લાવનગર જૈન સંઘતરફથી મહોત્સવના દરેક કાર્યમાં તેના કાર્યકરોએ જે સાથ આપે છે તે માટે પણ અમે તેમને આભાર માનીએ છીએ. મહત્સવને કાર્યક્રમ રચીને તે તમામ કાર્યવાહીને પહોંચી વળવા માટે કાર્યના વિભાગવાર પ્રચાર સમિતિ, ફંડ સમિતિ, પ્રદર્શન સમિતિ, મંડપ સમિતિ, સત્કાર સમિતિ, ભજન સમિતિ વગેરે સમિતિઓની નિમણુંક કરવામાં આવી હતી, અને પિતપોતાનું કાર્ય ખંતપૂર્વક ઉપાડી લીધું હતું. એ સૌનું કાર્ય પ્રશંસનીય હતું. તે સમિતિઓના દરેક સભ્યને વ્યક્તિગત અમે આભાર માનીએ છીએ. અહીં ફંડ સમિતિના સભ્ય તરીકે શ્રી ભોગીલાલભાઈ વેલચંદના ઉત્સાહ અને ફંડ એકત્ર કરવામાં જોરદાર લાગવગ માટેની ખાસ નોંધ લીધા વિના અમો રહી શકતા નથી. શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીતકળા મંડળ અને શ્રી નવાપરા જૈન પ્રગતિ મંડળ અને અન્ય સ્વયં સેવક ભાઈઓએ તથા કી મનુભાઈ કાયડિથાએ ઉદ્ઘોષક (announcer) તરીકે આ પ્રસંગે જે સેવા બજાવી છે તે માટે તેમને આભાર માનીએ છીએ. - ગુરુદેવની કૃપાથી સભાને તેના જન્મકાળથી માંડીને આજસુધીમાં સભાનો આત્મા બનીને સતત કર્તવ્યપરાયણુ કાર્યકરો મળતા આવ્યા છે અને સિત્તેર વરસમાં સભાએ સાહિત્ય પ્રકાશન આદિ ક્ષેત્રે જે જે સિદ્ધિઓ મેળવી છે તેને યશ કાર્યકરોને ફાળે જાય છે. વાસ્તવિક રીતે તો સભાના એ ઘડવૈયા હતા. અને આ મહોત્સવ ઉજવવાની ઉમદા તક પ્રાપ્ત કરાવવાને યશ પણ તે સૌના ફાળે જાય છે. આ પ્રસંગે અમારે વિના સંકોચે કહેવું જોઈએ કે સભાના વિકાસ માટે સતત ૧૬૦-૩૦ આત્માનંદ પ્રકાશક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84