Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરતાં ગયાં, તેમાંથી સભાને ઉજવળ ભાવિ માટે કર્તવ્યને સાદ ગુંજતો થયો. અને મહત્સવ માટે ઉઠાવેલ સફળતા બદલ સભાના કાર્યકરેને આત્મસંતોષ થયા. ભાવનગર જન સંઘમાં સાહિત્યસેવાની આ સભાએ જે યશસ્વી ભાવના ઊભી કરી તે માટે એક વધુ ગૌરવગાથા ઉજવળ અક્ષરે અંકિત થઈ. આ તમામ કાર્યવાહીને અહેવાલ આ અંકમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. મણિમહોત્સવની આ સફળતામાં સભાના ઘણા શુભેચ્છકોને આશીવાદ અને સહકાર ભર્યો પડે છે, તેમાં સૌથી વધુ યશના ભાગીદાર આગમપ્રભાકર પૂ. મુનિશ્રી વિજયજી ગણી શકાય. સભાના કિંમતી સાહિત્ય પ્રકાશનોમ અને તેના વિકાસમાં વરસેથી તેઓ બીને સક્રિય સાથ છે અને મહત્સવ પ્રસંગે તેઓશ્રીએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ભાવનગર પધારવાની કૃપા કરી છે તેમજ મહત્સવ પ્રસંગે જૈન સાહિત્ય પ્રદર્શન યોજવામાં અને ચગ્ય વિદ્વાનોનો સુમેળ સધાવવામાં તેઓશ્રીએ જે કિંમતી સાથ આપ્યો છે તે સભા કદી ભૂલી શકે તેમ નથી. બીજી રીતે કહીએ તો મહોત્સવની સફળતાનો યશ મુખ્યત્વે તેઓશ્રીના લાગણી ભય સહકારને આભારી છે. આવી જ રીતે જ્ઞાનતપસ્વી મુનિ શ્રી જબ્રવિજયજી મહારાજે બાર-બાર વરસ સુધી સતત જ્ઞાનોપાસના કરીને દર્શનશાસ્ત્રના કઠણગ્રંથ શ્રી દ્વાદશાર નયચક્રનું શુદ્ધ સંશોધન કરી આપી સભાને એ કિમતી ગ્રંથ પ્રકાશનનું ગૌરવ લેવાની કિંમતી તક આપી છે. તે સભાના સાહિત્ય પ્રકાશનના ઈતિહાસમાં એક ઉજવળ પ્રકરણ સદાને માટે અમર રહેશે. લાખના ખર્ચ પણ જે દુર્લભ એવું સંશોધન નિસ્પૃહભાવે એ નાનપાસકે કરી આપેલ છે. તે બદલ સભા સદાને માટે તેઓશ્રીની ઋણી રહેશે. આ પ્રસંગે જુદા જુદા સ્થળોએથી પ્રાપ્ત થયેલ લગભગ દોઢસો સંદેશાઓ એ આ સભા પરત્વે લાગણી અને મમતા ધરાવનાર શુભેચ્છકોનો મોટો સમૂહ સંબંધ ધરાવે છે તેની પ્રતીતિ કરાવી જાય છે. પ્રાપ્ત થએલ સંદેશાઓમાં કેટલાક તે સભાને માટે બહુ મહત્વના છે, સભાના ભાવિ વિકાસ માટે તેમાં કેટલાક અગત્યનાં સૂચનો પણ છે. એમાંના છેડાએક સંદેશાઓ આ અંકમાં રજૂ કરવામાં આવેલ છે. સંદેશાઓ પાઠવનાર આચાર્ય શ્રી વિકાસચંદ્રસૂરિજી આદિ પૂ. મુનિ મહારાજે તથા પૂ. સાધ્વી ની મૃગાવતીશ્રી, પંડિત સુખલાલજી, શ્રી ઉપેન્દ્રભાઈ સાંડેસરા શ્રી જિતેન્દ્રભાઈ જેટલી, ડો. ભોગીલાલ સાંડેસરા, ડે. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, શ્રી જૈન વે. કેન્ફરન્સના પ્રમુખ આદિ સૌની સભા તરફની લાગણી માટે અમો આભારી છીએ. સભા પરત્વે સભાવ રાખી, આ મહોત્સવની મહત્તામાં અપૂર્વ વધારે કરનાર જેન સમાજના અગ્રગણ્ય નેતા શેઠશ્રી કસ્તુરભાઈએ સમારંભના પ્રમુખ તરીકે, વિધાપ્રેમી શેઠ શ્રીયુત અમૃતલાલ કાળીદાસ દોશીએ અતિથિવિશેષ તરીકે, તેમ મણિમહોત્સવ વિશેષાંક ૧૬૦–૨૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84