Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયચકના સંશોધન અને સંપાદનને રસપ્રદ અને બેધપ્રદ ઇતિહાસ પ્રમુખશ્રી, જૈન આત્માનંદ સભા, આમંત્રણ પત્રિકા મળી. હું આવી શકત તો મને પોતાને જ વિશેષ પ્રસન્નતા થાત. અસ્તુ. સૌરાષ્ટ્રના અનેક જાણીતા શહેરો અને નગરોમાંથી ભાવનગરે અનેક દષ્ટિએ મારું ધ્યાન અનેક વર્ષો પહેલાં ખેંચેલું. એ ધ્યાન ખેંચનાર સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ કી બે જૈન સભાઓ છે, તેમાંની એક જૈન આત્માનંદ સભા. આ સભાની લાંબી કારકિર્દી અને વિવિધ પ્રવૃત્તિઓમાં ધ્યાન ખેંચે એવી એક પ્રવૃત્તિ સાહિત્ય-પ્રકાશનની છે આ પ્રકાશનકાર્યને પણ વધારે ને વધારે શોભાવ્યું અને દીપાવ્યું હોય તો તે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી ગ્રંથમાળાના મણકાઓએ. તેમાં પણ સ્વર્ગવાસી મુનિશ્રી ચતરવિજયજી અને તેમના વિદ્યમાન શ્રતતપસ્વી શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીની જોડીએ જે વસુદેવ ‘હિં કી' તેમજ બહકલ્પ' જેવા ગ્રંથનું સંપાદન કર્યું છે તેણે જૈનેતર વિદ્વાનોમાં જે ભાષાશાસ્ત્રી ઐતિહાસિક દષ્ટિવાળા છે તેમનું વશીકરણ કરેલું અનુભવાય છે. અત્યારે જે ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે તે “નયચક્રનો અને તેના સંશોધન-સંપાદનનો ઇતિહાસ જેટલો લાંબો છે તેથીયે વધારે રસપ્રદ અને બોધપ્રદ છે. - આ ગ્રંથના સંપાદનમાં વિદ્વાન મુનિશ્રી જંબૂવિજયજીએ જે પર્વ, ઉત્સાહ અને ઊંડી સમજણથી કામ કર્યું છે તે બાહ્ય તપના બધા જ પ્રકારોને આંબી જાય તેવું અત્યંતર તપ છે. પહેલાં પણ “નયચક્રનું અધૂરું કે પૂરું પ્રકાશન થયેલું છે. તેનું ઉદ્ધાટન પણ સર રાધાકૃષ્ણન જેવાના હાથે થયેલું. પણ પ્રસ્તુત પ્રકાશનવિધિના સમારોહનું પ્રમુખસ્થાન છે. એ. એન. ઉપાધે ભાવે છે તે કાંચનમણિ સંયોગ છે. ડો. ઉપાધે માત્ર પ્રાધ્યાપક કે લેખક નથી પણ તેઓ ગ્રંથસંપાદન-વિધિ અને કળાના દીર્વાનુભવી પારદશી વિદ્વાન છે. પ્રસ્તુત નયચકના સંશોધનકાર્યના સંક૯૫ક્ષણથી માંડી આજ સુધીની પ્રકાશનક્ષણ સુધી એ અસાધારણ કાર્યનો બેજ વહેનાર મુનિશ્રી જંબૂવિજયજીને બધી જ જાતનો બાહ્ય-આત્યંતર સહકાર ખરા દિલથી આપનાર છે મુનિશ્રી પુણ્યવિજયજી. તેથી તેમની હાજરીમાં આ સમારોહ યોજાય છે. તે અભિનંદનીય છે. ૧૬૦-૧૪ આત્માનંદ પ્રકાશક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84