________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય મલવાદીના એ દ્વાદશાર નયચક ગ્રંથની મહત્તા અને ઉપયોગિતા કેવળ જૈન દર્શનના અભ્યાસ માટે જ છે એવું નથી. પણ ઈ. ચોથી–પાંચમી સદીમાં જે દાર્શનિક પ્રવાહ વિદ્યમાન હતા, જે મતમતાન્તરો હયાત હતા તે સૌને એક જ ગ્રંથમાં પરિચય આ નયચક કરાવે છે. એટલું જ નહિ પણ તે કાળના વિવિધ દાર્શનિક પ્રવાહનું આવું સમગ્ર ભાવે નિરૂપણ પણ આ એક જ ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે ? આ ગ્રંથની આ વિશેષતા છે. વળી, આચાર્ય મલવારી તે તે દશને કે મતમતાંતરોને માત્ર પરિચય આપીને જ પિતાના કાર્યને પૂરું થયેલું માની લેવાને બદલે એ બધાંની ખૂબીઓ અને ખામીઓ પણ નિરૂપે છે. ભિન્નભિન્ન મતવામાં અનેકાંતવાદને ન્યાયાધીશની ઉપમા આપવામાં આવે છે, તેની યથાર્થતા અને તેનું મૂળ આ એક જ ગ્રંથ નયચકમાં જોવા મળે છે. તેમાં કોઈ પણ મતને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યું નથી. તે બીજા કરતાં પિતાને કઈ રીતે ચડિયાત ગણાવી શકે છે તેનું દર્શન તો આ ગ્રંથમાં થાય જ છે. પણ સાથે સાથે તે અન્ય કોઈની સામે કે દુર્બલ છે તે પણ બતાવવામાં આવ્યું છે. આ પ્રકારે આચાર્ય મલવાદીએ ન-વિવિધ મતરૂપી આરાઓથી બનેલું એવું એક પ્રકારનું દર્શનિક ચક્ર ખડું કર્યું છે. તેમાં અમુક આરો મુખ્ય છે અને અમુક ગૌણ છે એવું નથી. સૌ મતે પિતાને પોતાની રીતે પ્રમુખ માને છે. છતાં પણ જ્યારે તે પિતાની આજુ બાજુ નજર કરે છે ત્યારે એને પિતાની ખરી સ્થિતિનું ભાન થાય છે અને એને પોતાની પ્રમુખતાને ભ્રમ ભાંગી જાય છે, અને તે જોઈ શકે છે કે અનેક મતમાને પ્રબળ અને દુર્બલ એ હું પણ બીજા જે જ એક સામાન્ય મત છું. આ મહાતાર્કિક આચાર્યની દાર્શનિક કુશળતા અને સૂમ તેમજ પ્રખર બુદ્ધિનાં દર્શન એમણે આ ગ્રંથમાં કરેલી વિવિધ મતોની યથાસ્થાન ગોઠવણીમાં થાય છે. આમાં એમણે એવી જના કરી છે કે એક મત પ્રવર્તક પિતાને મત કેવી રીતે પ્રબળ છે તે બતાવે છે પણ પછી તરત જ બીજો મત તે પ્રથમના મતની નિર્બળતાઓ બતાવી પિતાના મતની પ્રબળતાએ દર્શાવે છે. પણ ત્યાર પછી પાછો એક નવો મત તેને નિર્બળ બતાવી પિતે પ્રબળ હેવાનું સિદ્ધ કરે છે આમ પ્રબળતા અને નિબળતા બતાવવાને કમ ચકની જેમ ચાલ્યા કરે છે. અને છેવટે જે મત આવે છે તેનું ખંડન પાછો સૌથી પ્રથમ મત કરે છે આમ એક ચક્ર પૂરું થાય છે. આવી અભુત યોજના આચાર્થ મલવાદીએ આ ગ્રંથંમાં કરી છે.
આ પ્રકારનો માત્ર જૈનદર્શનના સમગ્ર ગ્રંથમાં જ નહિ, પણ સમગ્ર ભારતીય સાહિત્યમાં આ એક જ ગ્રંથ છે કે જે તટસ્થ ન્યાયાધીશની ફરજ સફળતાપૂર્વક બજાવે છે. આ તેની અસાધારણ કે વિરલ વિશેષતા છે.
પણ આ ગ્રંથનું ખરેખરૂં બહુમૂલ્ય પણું કે અમૂલ્યપણું છે ત્યારે જાણી શકાય છે કે જ્યારે આપણને એ જાણવા મળે છે કે તેમાં તે કાળના સેંકડો ગ્રંથોને અને મને સાર આપવા ઉપરાંત સંખ્યાબંધ ગ્રંથમાંથી ઉદ્ધરણે આપ્યાં છે. જે ગ્રંથોના આમાં અવતરણ ટાંક્યાં છે એમાંના કેટલાય ગ્રંથને તે આજે પત્તો જ નથી. અને આમાં
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only