________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. મને વિશ્વાસ છે કે જે કેાઈ તેમના આ સ'પાદનને જોશે તે સૌ તેમને અનેકશ : ધન્યવાદ આપ્યા વગર રહી શકવાના નથી. આવી ઉત્તમ અને આદશ કાર્તિનુ એમનું આ કાર્ય છે. આ માટે ભારતીય દનાના અભ્યાસીએ તેમના ચિરકાળ ઋણી રહેવાના છે એ નિઃશક છે.
આ પ્રસંગે આવા વિદ્વદૂત્ન પૂ.શ્રી જબૂવિજયજીને સ`પાદનના ક્ષેત્રમાં ખે’ચી લાવવા માટે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પણ એમને સાચા સ્વરૂપમાં એળખીને તેમને સ`પાદન ક્ષેત્રમાં ખેંચી લાવવાની પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રેરણા આપવાના પ્રસ ંગ કેવી રીતે ઉપસ્થિત થયા તે વાત હું જાણતા હાઇ આ પ્રસંગે પ્રગટ કરૂ' તેા અનુચિત નહિ લેખાય. બન્યું એમ કે આજથી લગભગ ૨૪-૨૫ વર્ષ પહેલાં જ મૂવિજયજીએ પં.શ્રી સુખલાલજી સંપાદિત સન્મતિટીકાનું વાચન શરૂ કર્યું હતું અને તેમની તીક્ષ્ણ બુદ્ધિએ તેમાં કેટલાંક શ’કાસ્થાનેા ઉપસ્થિત કર્યાં. સાથે સાથે કેટલીક અશુદ્ધિએ પણ તેમના ધ્યાનમાં આવી. આ બાબતમાં બહુજ નમ્રભાવે તેમણે પંડિત શ્રી સુખલાલજીને પત્ર લખી સમાધાન માગ્યું. એ પત્ર તેમણે વિશુદ્ધ સંસ્કૃતમાં લખ્યો હતો. એ વાંચી પં. શ્રી સુખલાલજી પૂ. જભૂવિજયજીની તીક્ષ્ણ બુદ્ધિ અને કુશળતા જોઇને અત્યંત રાજી થયા. અને તેમણે પેાતાના ખુલાસા સાથે એ પણ પૂછ્યુ કે તેમની ઉમર કેટલી છે. જ્યારે એ જાણ્યું કે હજી તેા શ્રી જંબૂવિજય પચીસી પણ વટાવી નથી ગયા ત્યારે તેમના આશ્ચર્ય ના પાર રહ્યો નહિ અને આવા તેજસ્વી મુનિવરની બુદ્ધિશક્તિના ઉપયાગ નયચક્ર જેવા કઠિન ગ્રંથના સંપાદનમાં થાય તેા એક દુ ́ભ ગ્રંથના ઉદ્ધાર થાય અને એક સુવિદ્વાનની શક્તિને સદુપયેાગ પણ થાય, એમ માન્યું. આથી તેમણે એ કાય શ્રી જ’ભૂવિજયજીને સાંપવા ૫. મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રેરણા આપી. અને આજે આપણે જોઈ એ છીએ કે પ’. શ્રી સુખલાલજીની એ સૂઝ સાક થઈ છે. અને એથી તેમને વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ કે પૂ. મુનિશ્રી જંબૂવિજયજી આથી પણ વધારે સારાં સંપાદના આપણને આપે અને ફરી પણ આપણે તેમને સિવશેષ અભિનંદનની વર્ષોથી વધાવીએઃ આપણા આભારની લાગણી પ્રગટ કરીએ.
આ પ્રકાશનના અનુસંધાનમાં આત્માનંદ સભા માટે કંઈક કહેવું ઘટે.
શ્રી આત્માનંદ સભાના મણિમહેાત્સવ પ્રસંગે તેના પ્રકાશનામાં મણિભૂત આ નયચક્રના પ્રકાશનના પ્રસંગ એ પણ સભાના ઈ કોતેર વર્ષના દીર્ઘાયુષ્યમાં યાદગાર પ્રસંગ બની રહેશે એમાં શક નથી. સભાનાં પ્રકાશનેાની હારમાળા જોઈ એ તે તેમાં પુરાતત્ત્વાચાય જિનવિજયજી દ્વારા સ`પાદિત થયેલા વિજ્ઞપ્તિ ત્રિવેણી જેવા ગ્રંથા આજે પણુ પેાતાનું આગવું મહત્ત્વ સાચવી શકયા છે. લુપ્ત થયેલ સ`સ્કૃત બૃહત્કથાના મોટા ભાગનું પ્રાકૃત રૂપાંતર રજૂ કરતી વસુદેવ હિંડીએ તે સ્વય' એક ઈતિહાસ જ સર્જ્યો છે. તેનુ' સ’પાદન સ્વ. પૂ. સુ. શ્રી ચતુરવિજયજી અને તેમના વિદ્યમાન શિષ્ય વિદ્વ આગમ પ્રભાકર પૂજય મુનિશ્રી પુણ્યવિજયજીએ કરીને વિજજગતને ચિરકાલ ઋણી
૧૬-૧૦
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only