________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધાયેલ મનામાંના કેટલાક મતાનું અત્યારે ઉપલબ્ધ અન્ય ગ્રંથમાં વિવરણ નથી. આવા
છે અને માતાને કે એમના ભૂતકાલીન અસ્તિત્વને જાણવાનું એકમાત્ર સાધન આ એક જ ગ્રંથ નયચક અને તેની સિંહસૂરિ ગણિકૃત ટીકા છે.
નયચકનું દાર્શનિક દષ્ટિએ તેમ જ સમગ્ર ભારતીય વાયની દષ્ટિએ અસાધારણ મહત્ત્વ છે તેને મેં આપને આ રીતે કંઈક ખ્યાલ આપ્યોઃ પણ ભારે ખેદની વાત તો એ છે કે એ નયચક ગ્રંથ તેના મૂળ રૂપમાં આપણા આટલા બધા જ્ઞાન ભંડારમાંથી ક્યાંયથી મળતા નથી. પણ અહીં આપને એ વાતની જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે શુભ ભવિતવ્યતાને વેગે આ ગ્રંથને ઉદ્ધાર કરવાની પ્રબળ પ્રેરણા એક મુનિવરના અંતરમાં થઈ આવી. અને તેથી આજે આવા સુંદર અને સવંગ સંપૂર્ણ રૂપમાં શ્રી જેના આત્માનંદ સભા દ્વારા આ ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. પૂ. મુ. શ્રી અંબૂવિજયજીની વિદ્યાનિષ્ઠા અને દાર્શનિક સૂક્ષ્મ બુદ્ધિથી આપણે સૌ પરિચિત છીએ. લુપ્ત પ્રાય એવા
આ ગ્રંથ રત્નના તેઓ જ સંશોધક અને ઉદ્ધારક છે. આ ગ્રંથની ટીકાને આધારે ન કલ્પી શકાય એટલે દીર્ઘ અને ઘોર પરિશ્રમ કરીને પૂ. મુનિશ્રી વિજયજીએ નયચક્રની ટીકાનું સંપાદન કરતાં કરતાં આ મૂળ ગ્રંથનો ઉદ્ધાર કર્યો છે. આ ગ્રંથ ઝીણવટથી જોઈએ તો જ પૂ. જ બૂવિજયજીએ આ માટે ઉઠાવેલ પરિશ્રમ અને એમની બુદ્ધિમત્તાની જ નહિ પણ સતત એકાગ્રભાવે લીધેલ કાર્ય પૂરું કરવાના સંકલ્પબળની પૂરી કદર કરી શકીએ. - આ પૂર્વે નયચક અને તેની ટીકાની એક અધુરી આવૃત્તિ અને એક સંપૂર્ણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે, પણ તેથી આ સંપાદન અનેક બાબતમાં જુદું પડે છે. તે તરફ હું આપ સર્વનું ધ્યાન દોરવું જરૂરી સમજું છું. આ સંપાદનમાં અનેક હસ્તપ્રતોને તે ઉપયોગ કરવામાં આવ્યા છે જ, ઉપરાંત ઉપલબ્ધ હસ્તપ્રતોમાં સર્વ શ્રેષ્ઠ ગણી શકાય તેવી પ્રતને લાભ પણ આ સંપાદનને જ મળે છે. આથી આ ગ્રંથના કર્તાને અભિપ્રેત હોય એવા પાઠની સૌથી નજીક હોય તેવું આ સંપાદન બન્યું છે. વળી, મેં કહ્યું તેમ નયચક એ જેમ એક અને અતુલ ૨ થ છે, તેમ આ તેનું સંપાદન પણું જેના દર્શનના અન્ય ગ્રંથનાં જે કેટલાક ઉચ્ચ કોટિનાં સંપાદનો થયાં છે તેમાં પણ અતુલ અને એક જ રહેવા સર્જાયું છે, એમ નિઃશંક કહી શકાય છે. તે એટલા માટે કે પૂ. જંબૂવિજયજીએ આ પુસ્તકનું સંપાદન કરવા માટે તિખેતી ભાષાને અભ્યાસ કર્યો અને જે બૌદ્ધ ગ્રંથે આજે તેના મૂળ સંસ્કૃત રૂપમાં નથી મળતા પણ તેના તિખેતી અનુવાદના રૂપમાં મળે છે તે ગ્રંથને પણ ઉપયોગ પ્રસ્તુત સંપાદનમાં કરીને જૈનદર્શનના ગ્રંથના સંપાદનમાં એક ન જ માર્ગ અપનાવ્યો છે, અને આવા પ્રયત્ન બીજો કોઈ કરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આ દષ્ટિએ પૂ. મુ.શ્રી જંબૂવિજયજીને આપણે જેને ગ્રન્થના અજોડ સંપાદક કહી શકીએ. આ સાહસ અને આવું ધર્ય અન્ય કેઈ જેના સંપાદકમાં દેખાયું નથી, અને હવે બની શકે એવી શકયતા પણ દેખાતી નથી. એ દષ્ટિએ આપણે પૂ. બૂવિજ્યજીને જેટલે ઉપકાર માનીએ તેટલો ઓછો છે મણિમહોત્સવ વિશેષાંક
For Private And Personal Use Only