Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે નાની પણ એ જ દશા થાય. અથવા તે, સિદ્ધસેનની ભાષા વાપરવી હોય તો, તે છૂટા મણિઓ જેવા છે, પણ અનેકાંતરૂપ રત્નાવલી હારના નામને પામતા નથી. એટલે જુદા જુદા મતવાદોને પ્રતિષ્ઠિત થવું હોય તો ચકના આરાની જેમ અનેકાંત તુંબમાં સંલગ્ન થવું આવશ્યક છે. આપણે જોઈએ છીએ કે રાકમાં બે આરાની વચ્ચે ખાલી જગ્યા-અંતર હોય છે. એનું સ્થાન પ્રસ્તુત નયચક્રમાં પૂર્વનયના ખંડને લીધેલું છે. સારાંશ એ છે કે પ્રથમ નયની સ્થાપના બાદ તે નયનું ખંડન આવે છે અને પછી જ બીજા નયની સ્થાપના દેખા દે છે, અને કેમે કરી આમ બારમે નય અથવા આરે છે. તે પછીની ખાલી જગ્યા તે બારમા આરાના ખંડન માટે છે અને પછી પ્રથમ નયની સ્થાપના છે. આમ દર્શનના વિવાદનું ચક્ર પૂરું થાય છે. આ પ્રમાણે ચક્રમાં સ્થિત હાઈ કોઈ પણ એક નય-એક દર્શન સંપૂર્ણ નથી. તે પૂર્વ પૂર્વ નય-મત-દર્શનની અપેક્ષાએ પ્રબળ છે, ઉત્ત(-કાર, નવની અપેક્ષાએ નિર્બળ છે. આથી ફલિત થાય છે કે નો સત્યના એક અંશને રજૂ કરે છે, સંપૂર્ણ સત્યને નહિ. તુંબમાં તે માત્ર આર જ લાગેલા હોય; તેથી કાંઈ ચક પૂર્ણ થતું નથી અને ગતિશીલ પણ બની શકતું નથી. આથી આરાને ઉપરની બાજુએ જેડનાર નેમિ પણ જોઈએ. આપણે પૈડામાં જોઈએ છીએ કે નેમિ એક અખંડ લાકડાની નથી હોતી પણ ત્રણ ટૂકડે તે સંપૂર્ણ આરાને વ્યાપ્ત કરી લે છે. પ્રસ્તુત નયચક્રમાં પણ નેમિના ત્રણ ટુકડા છે, જે માર્ગ નામે ઓળખાય છે. પ્રથમના ચાર આરાને જોડનાર પહેલે, બીજ ચાર આરાને જોડનાર બીજે અને બાકીના ચાર આરાને જોડનાર ત્રીજે-એમ ત્રણ માર્ગ છે. તેથી સંપૂર્ણ નયચક્રના-બારેય આરા આવરી લેવામાં આવે છે. પ્રથમ ચતુષ્ક-વિધિ ભંગે છે, દ્વિતીય ચતુષ્ક ઉભય ભંગે છે. અને તૃતીય ચતુષ્ક નિયમ ભંગ છે. પ્રથમમાં નિત્યની દ્વિતીયમાં નિત્યાનિત્યની અને તૃતીયમાં અનિત્યની સ્થાપના છે. ચકની નેમિ ઉપર લોઢાને પાટો (વાટ) હોય છે તેમ પ્રસ્તુતમાં નયચક્રવાલ વૃત્તિને સમજી લેવી. | વિધિ આદિ પ્રથમના છ ના દ્રવ્યાર્થિક નયે છે, જ્યારે શેષનો સમાવેશ પર્યાયાર્થિકમાં છે. બાર નાની સાથે નગમાદિ સાત નો સમન્વય આ પ્રકારે છે. ૧ વ્યવહારનય, ૨-૪ સંગ્રહનય, ૫-૬ નૈગમનય, ૭–ઋજુસૂત્ર નય, ૮-૯ શબ્દ નય, ૧૦ સમભિરૂઢ, અને ૧૧-૧૨ એવંભૂતનય છે. નયચકમાં ક્રમે કરી જે વાદેનાં સ્થાપના અને ખંડન છે તે આ પ્રમાણે છેઅજ્ઞાનવાદ–તે પ્રસંગે પ્રત્યક્ષપ્રમાણુ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ. અપૌરુષેય વાદ, વિધિવાદ આદિની ચર્ચા; પુરુષાદ્વૈતવાદ–તે પ્રસંગે પણ સત્કાર્યવાદ આદિની ચર્ચા છે. નિયતિવાદ, કાલવાદ, સ્વભાવવાદ, અદ્વૈતવાદ પુરુષ-પ્રકૃતિવાદ, ઈશ્વરવાદ, દ્રવ્ય અને ક્રિયાનું તાદાઓ, તેમને ભેદ, સત્તા, સમવાય, અપેહ, શબ્દદ્વૈત, જ્ઞાનવાદ, જાતિવાદ, અવકતવ્યવાદ, ગુણવાદ, નિર્દેતુક વિનાશવાદ, સ્થિતિવાદ–આમ આ પ્રકારના વિષયની ચર્ચા અવાંતર અનેક વિષયો સાથે કરવામાં આવી છે. મણિમહોત્સવ વિશેષાંક ૧૬૦-૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84