________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેમના સંપ્રદાયે તે કાળમાં સ્થિર થયા હતા અને પછી પણ ચાલુ રહ્યા હતા. એક રીતે કહી શકાય કે દાર્શનિક વિચારણાઓ નાના પ્રવાહમાં વહેતી થઈ હતી. એ બધામાં રહેલ સારભૂત તત્વને અપનાવવા માટે ભગવાન મહાવીરે મુખ્યત્વે દ્રવ્યનય અને પર્યાયનય તથા વ્યવહારનય અને નિશ્ચયનય એમ વિવિધ નયેની કલ્પના કરી હતી. સમય જતાં એ નયવાદની વિશેષ અને વિશદ સમજુતી માટે તેને વિસ્તાર કરવાની આવશ્યક ઊભી થઈ હતી. આપણે જાણીએ છીએ કે સ્વયં આગમમાં જ સાત ન ઉલ્લેબ આવે છે. એ સાતે નાનું મળ વિચારીએ તો તે કાળના જુદા જુદા દર્શનમાં રહેલું છે. આચાર્યોએ એ સાતે નને પૂર્વોકત દ્રવ્ય અને પર્યાય એ બેનમાં વહેંચી નાખ્યા છે. એટલું જ નહિ પણ એ સાતે નયને સંબંધ છે તે દર્શન સાથે કેવી રીતે જોડી શકાય છે તે સિદ્ધ કર્યું છે. પણ માનવ મનની વિચાર શકિત હમેશાં કંઈ એક માર્ગે જ વહ્યા કરતી નથી; સમયે સમયે નવા નવા વિચારો વહેતા મૂકતા રહેવાની એની પ્રકૃતિ છે. અને એ રીતે દર્શનની સંખ્યા ભલે અમુક જ હોય પણ વિચાર પ્રવાહે તેથી કયાંય અધિક હોય છે. એકદમ તાત્વિક દષ્ટિએ કહેવું હોય તે એમ કહી શકાય કે જેટલાં મન છે તેટલા વિચાર પ્રવાહ છે અને તેને પ્રકટ કરનાર જેટલા વચનના પ્રકારો છે તેટલા મતો છે. જૈન પરંપરાને દાર્શનિક ઇતિહાસ જોતાં એમ લાગે છે કે આ વસ્તુને સર્વ પ્રથમ આચાર્ય સિદ્ધસેન દિવાકરે પારખી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહી પણ હતી કે
કાવgયા વયળયા તાવા જેવ ત ગાવાયા .. जावइया णयवाया तावइया चेव परसमया ॥"
-સન્મતિ ૩. ૪૭ આ રીતે આચાર્ય સિદ્ધસેને નયવાદને કેટલો વિસ્તાર થઈ શકે છે અને તે કેવો સર્વસંગ્રાહી બની શકે છે એ પ્રત્યે વિદ્વાનોનું સમર્થરીતે ધ્યાન દોર્યું હતું. અને એના પ્રત્યક્ષ છત તરીકે તે કાળમાં પ્રસિદ્ધ એવાં દર્શનનો મુખ્ય નમાં અને એ દ્વારા જૈન દર્શનમાં કેવી રીતે સમાવેશ છે તે પણ પિતાના સન્મતિતર્ક નામના ગ્રંથમાં નિરૂપ્યું હતું. મતલબ કે એમણે તે કાળના નાના મોટા મતવાદના નમાં સમાવેશ કેમ કરે તેનું સમર્થ દાર્શનિક માટે એક રીતે દિશા સૂચન કર્યું હતું આ રીતે એમણે તે કાળના નાના મોટા બધાય મતોનું સર્વેક્ષણ કરીને નય નિરૂપણ કરવાનો માર્ગ તો ખુલ્લો મૂક્ય હતે, છતાં પણ વાસ્તવિક રીતે એ સર્વેક્ષણનું કાર્ય કરવાનું તો બાકી જ હતું. એ કાર્ય પિતાના સમયમાં અદ્ભુત રીતે પૂરું કર્યું આચાર્ય મલ્લવાદીએ પિતાના દ્વાદશાર નયચક્ર' ગ્રંથમાં.
ઉપનિષદ્ યુગ પછીના કાળમાં રચાયેલ દાર્શનિક સાહિત્યનું નિર્માણ બારી બંધ રાખીને નથી થયું, પરંતુ દશ નિકોના આઘાત પ્રત્યાઘાત અને આદાનપ્રદાન દ્વારા થયું છે. આ વાતની સાક્ષી દાર્શનિક સૂત્રે અને તેની પ્રાચીન ટીકાઓ પણ આપે છે. દાર્શનિકેના આ સંઘર્ષમાં જૈન લેખકોને પ્રવેશ જરા મોડે છે. આને લાભ એ થયો છે કે તેમની મણિમહોત્સવ વિશેષાંક
For Private And Personal Use Only