________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરપૂર્ણ અભિનંદનેડથી નવાજુ છું. અને ગંભીરતાપૂર્વક આ ગ્રંથને પ્રકાશનની જાહેરાત કરુ" છું. મને ખાત્રી છે કે આ ગ્રંથનો બાકીનો ભાગ પણ જલદીથી પ્રકાશિત થશે,
હજુ એકાદ વાત વધારે કહીશ. જ્યારે એક મંથનું સંપાદન કાર્ય થાય છે ત્યારે ઘણીવાર એમ માનવામાં આવે છે કે હવે કશું જ કરવાનું બાકી નથી. પરંતુ મારા નમ્ર મત પ્રમાણે એક વિવેચનાત્મક સંપાદન કાર્ય તે ઉચ્ચ પ્રકારના અભ્યાસને આરંભ માત્ર છે.
ભારતીય ભિન્ન ભિન્ન દર્શનના નિષ્ણાતોને પણ દ્વાદશારદમાં રસ લેતા કરવાનું છે, જેથી ભારતીય દર્શનના ઇતિહાસમાં વધુ પ્રકાશ પથરાય. જે અનેક તૈયાયિકે વિદ્વત્તાપૂર્ણ અને વિવેચનાત્મક દૃષ્ટિથી આ ગ્રંથમાં રસ લે તો તે મુનિશ્રી જખ્ખવિજયજીને તેમના કાર્યને મોટામાં મેટો બદલો મળ્યો લેખાશે.
શ્રી જૈન આત્માનંદ સભાના હોદેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે આ પ્રસંગ સાથે મારી જાતને સાંકળવાની તક મને આપી છે. તેઓએ “ દ્વાદશારયચક્ર 'ના પ્રકાશન દ્વારા ભારતીય સાહિત્ય અને વિશેષતઃ જૈન સાહિત્ય માટે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. આ પ્રકાશનનું કાર્ય બૃહતક૫ભાષ્યના પ્રકાશનથી આ આત્માનંદ સભાને મળેલી પ્રતિષ્ઠાને અનુરૂપ છે.
વિરમતા પહેલાં, મુનિરાજશ્રી પુણ્યવિજયજી જેમણે અમારા જેવા અનેકમાં વિદ્વતાના આ પ્રકારના કામ માટે પ્રેરણા આપી છે, તેમને હું આદરપૂર્વક વંદુ છું.
આપ સર્વને આભાર માનું છું.
મણિમહોત્સવ વિશેષાંક
૧૬૦-૩
For Private And Personal Use Only