Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશાનિયચક્ર ઉપરની સિંહરિની ન્યાયાગમાનુસારિણી નામની ટીકા અનેક રીતે મહત્વની છે. એ ટીકામાં મલવાદીના મૂળ ગ્રંથને સ્વીકારી લેવામાં આવ્યો છે. તેમાં ક્યાંક ક્યાંક તો મૂળ ગ્રંથના વચનના પ્રથમ અને છેલ્લા જ શબ્દો આપેલા છે, જેથી સંપાદકને આ વાકયો પૂરા કરવા પડયા છે. મલ્લવાદીના ગ્રંથ અને તે ઉપરના સિંહરિના ભાષ્યને સમજવા માટે પ્રયત્નની જરૂર રહે છે. દ્વાદશારનયચક્રનું મહત્તવ બે રીતનું છે. પ્રથમ તો જૈન દર્શનના નયવાદના સિદ્ધાન્તને વિકસાવત તે મુખ્ય ગ્રંથ છે. બીજુ આ ગ્રંથમાં જે હકીકત રજુ કરવામાં આવી છે તેને ભારતીય દર્શનના ઇતિહાસમાં ખાસ સ્થાન મળેલું છે. ગ્રંથકાર તેમની સમકાલીન દાર્શનિક પદ્ધતિએ તપાસે છે. આ પદ્ધતિઓમાં વેદિક વિચાર, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અદ્વૈત, બૌદ્ધ, યોગ અને વૈયાકરણીય પદ્ધતિઓ મુખ્ય છે. તે ઉપરાન્ત આ ગ્રંથમાં જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્યમાંથી અસંખ્ય અવતરણ લેવામાં આવ્યાં છે. તે અવતરણે ગ્રંથોના સામયિક અભ્યાસ માટે ખૂબ મૂલ્યવાન છે. નયચક નામના ગ્રંથનો ઉલ્લેખ અન્ય અનેક ગ્રંથોમાં જોવામાં આવે છે. પરંતુ મૂળ ગ્રંથને પ્રકાશમાં આવતાં સમય લાગ્યો. આજ નામના બીજા અન્ય લઘુ ગ્રન્થ પણ છે. પરંતુ તે ગ્રંથોથી ભલ્લાદીને ગ્રંથ અનેક રીતે જુદો પડે છે ગંભીર વિદ્વત્તા અને મૌલિક નવીનતા સાથે રજૂ થયેલી ચર્ચાએ કેક અંશે ભલવાદીના ગ્રંથને અપ્રસિદ્ધિમાં રાખેલ. ચર્ચા પાછળનું દષ્ટિબિન્દુ ખંડનાત્મક કરતાં અનુકુળનામક છે. કુદરતી રીતે જ જે મર્યાદિત સંખ્યાના ગ્રંથકારને આ ગ્રંથને અભ્યાસ કરવાની તક મળેલી તેઓમાં પણ આ ગ્રંથ સ્પંદન જગાવી શકેલ નહિ. મૂળ ગ્રંથ તેના ભાગ્ય પાછળ એવો દટાઈ ગયો હતો કે જજ લેકે તેના મૂળની કદર પીછાની શકતા. તે ઉપરાંત આ ઉપર કોઈ પણ સરળ ભાષ્ય રચાયું નથી. સિંહસૂરિની ન્યાયાગમ'નુસારિણી કદી પણ સ્વાદુવાદમંજરી જેટલી લોકપ્રિય બનેલી નહિ. ઘણા વિદ્વાને પાછળથી આ ગ્રંથમાં રસ લેતા થયા છે. તેના વિષે અહીંતહીં કંઈ ને કંઈ લખાણ પણ લખાયા છે. મુનિશ્રી જખ્ખવિજયજીએ પોતે પણ બુદ્ધિપ્રકાશ, જૈન સત્યપ્રકાશ, આત્માનંદ પ્રકાશ વગેરેમાં મલ્લવાદી વિષે લેખો લખેલા છે. દિદ્ભાગના પ્રમાણસમુચ્ચયમાંથી ભતૃહરિના વાક્યપદયના અવતરણની શોધ તે તેમનું મહત્વનું સંશોધન છે. પંડિત માલવણિયાએ મલવાદી અને મલવાદીના ગ્રંથ પર વિગતપૂર્ણ લેખ લખ્યો છે. ડો. રાઘવને પણ દ્વાદશાનિયચક્રને ઉલ્લેખ નગરમાં અખિલ ભારતીય ઓરિએન્ટલ કોન્ફરંસના પ્રમુખ સ્થાનેથી કરેલ. પૂરપમાં નયના સિદ્ધાન્તમાં રસ ધરાવનાર વિદ્વાનોમાં ફાવલનેર મુખ્ય છે. તેમણે જખ્ખવિજયજીએ સંપાદિત કરેલા આ દ્વાદશારનયચક્રના ગ્રંથની પ્રસ્તાવના લખી છે. તુલનાત્મક દર્શનશાસ્ત્રમાં સાલવારી તમામ બૌદ્ધિક તર્કશુદ્ધ વિધાનોનું કાડજજુ છે. વળી એ પણ સ્મરણમાં રાખવું જરૂરી છે કે જે જે લખાય છે તે ફક્ત આપણા અનુયાયીઓ કે પક્ષકારો પુરતું જ ગુપ્ત રાખી શકાય નહિ. એ તો તે વિષયમાં જે જે વ્યકિત રસ ધરાવતી હોય તેના હાથમાં જવાનું. તેથી સંશોધનના કાર્યમાં કોઈ પણ વકીલ કે પક્ષકાર બની શકે નહિ. તારવવામાં આવેલા ફલિત વિધાને કરતાં પદ્ધતિ વધુ મહત્ત્વની છે. આજે નોની પ્રસ્થાનરેખા તરીકે સૂત્રગ્રંથોને ગણાવવાનું વલણ જોવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તો વાતાવરણમાં પ્રસરેલાં ભિન્ન ભિન્ન મતોના સંગ્રહના કાર્યોની અંતિમ કક્ષાએ સૂત્રગ્રંથો આવે. મણિમહોત્સવ વિશેષાંક ૧૬-૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84