________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગની રચના કરી હોય તે અસંભવિત તો નથી જ સન્મતિતના આ પ્રમાણેના વિગતપૂર્ણ અભ્યાસથી તે બુદ્ધિવાદી (તાર્કિક) ના વિચારો વિકસ્યા હશે. અને પરિણામે બીજાં પગથિયા તરીકે તેમણે દ્વાદશારાયચકની રચના કરી હશે. આ ગ્રંથમાં નયનો સિદ્ધાન્ત નવીન શક્યતાઓ સાથે વિગતપૂર્ણ રીતે વિકસાવવામાં આવ્યો છે.
દ્રવ્ય એ અસ્તિત્વ લક્ષણવાળું છે, તેમાં અવિભાજ્ય સ્વરૂપ ગુણ અને વિભાજ્ય ઔપાધિક ગુણ આશ્રિત હોય છે. તેથી તેનું મૂલ સ્વરૂપ પરિવર્તનમાં પણ સાતત્ય જાળવી શકે છે. આ જટીલ તવને ભિન્ન ભિન્ન નય દ્વારા સમજવાનું હોય છે. આ ભિન્ન ભિન્ન નયનો સંબધ સામાન્ય અને વિશેષ સાથે પણ છે. ભલવાદીએ આ માટે વ્યાકરણની પરિભાષા સ્વીકારી લાગે છે. જે વસ્તુઓને તેના દ્રવ્ય પ્રમાણે સમજવામાં આવે તો તે સામાન્ય વિધાન વિધિ કહેવાય. (૧) વિધિ અને (૨) નિયમ ઉપરાન્ત ભલ્લવાદી ત્રીજુ દષ્ટિબિન્દુ પણ સ્વીકારે છે જેમાં વિધિ અને નિયમો સંગ કરવામાં આવે છે. આ રીતે પ્રાથમિક ત્રણ નય બને છે. આ ત્રણ પ્રાથમિક નન્ય પરથી મલવાદી બાર નયનું ચક્ર વિકસાવે છે. તેથી મલવાદી તેમના ગ્રંથને “નયચક્ર” નામ આપે છે જે કે મલવાદીના નયની સંખ્યા બાર છે છતાં પણ કવ્યાર્થિક અને પર્યાયાર્થિકના વર્ગીકરણું નીચે અથવા ઉમાસ્વતિના સાત નયના વગર કરણ નીચે આ બાર નયને કેવી રીતે લાવી શકાય તે પણ મેલવાદી દર્શાવે છે.
ભલવાદીના બાર નય નીચે પ્રમાણે છે : | (1) વિધિ, (૨) વિધેર વિધિ, (૩) વિધેર વિધિ નિયમ (૪) વિધેર્ નિયમઃ (૫) વિધિ નિયમ... (૬) વિધિ નિયભસ્ય વિધિઃ (૭) વિધિ નિયમસ્ય વિધિ નિયમ... (૮) વિધિ નિયમય નિયમઃ (૯) (૧૦) નિયમસ્ય વિધિઃ (૧૧) નિયમસ્ય વિધિ નિયમમ (૧૨) નિયમય નિયમઃ
મલવાદીના ગ્રંથ ઉપર સિંહસૂરિએ ભાષ્ય રચ્યું છે. આ ભાષ્યની સહાયથી વાદીના સિદ્ધાન્ત પાછળ રહેલે મુખ્ય હેતુ ભિન્ન ભિન્ન દાર્શનિક વિચાર પદ્ધતિને બારમાંથી એક અથવા બીજ નય નીચે લાવીને તેનું ખંડન કરવાનો હોય એમ લાગે છે. અને તે મલવાદીનું અનેક દર્શનનું નૈપુણ્ય દર્શાવે છે. (૧) પ્રથમ નય એ સામાન્ય માનવીનું દૃષ્ટિબિંદુ છે. અન્ય પદ્ધતિઓમાં પ્રત્યક્ષનું જે લક્ષણ આપવામાં આવે છે તેની ખામી અહીં દર્શાવવામાં આવી છેઆ નય નીચે અજ્ઞાનવાદ અને અન્ય વિચારને મૂકવામાં આવ્યા છે. પૂર્વ પાનાં અવતરણો ખૂબ રસ ઉત્પન્ન કરનારા છે, અને તે મલવાદીના અભ્યાસની વિશાળતા દર્શાવે છે. (૨) બીજા નય નીચે પુરુષ, નિયતિ, કાલ, સ્વભાવ અને ભાવનો વિચાર કરવામાં આવ્યો છેસિદ્ધસેને આ પ્રથમ છેડો છે. અને પૂર્વપક્ષ કે ઉપનિષદમાં નજરે પડે છે. (૩) ત્રીજા નય નીચે સાંખ્યદર્શન અને ઈશ્વરવાદને મૂકવામાં આવ્યા છે. (૪) ચોથા નય નીચે ઈશ્વર અને કર્મના સિદ્ધાન્તના વિરોધને વિચાર કરવામાં આવ્યો છે. દ્વાદશાનિયેચકના પ્રથમ ભાગમાં આ ચાર નયનો સમાવેશ કરવામાં આવ્યું છે.
ન ગ્રંથનું શીર્ષક ખૂબ મહત્ત્વનું છે, નય એ ચક્રના બાર આરા છે. દરેક સ્તર ખંડનાત્મકનિષેધક ભાગ છે. તેમાંથી જે ભાવાત્મક ભાગ ફલિત થાય છે તે મલ્લાદીના દાર્શનિક વિચાર રજ કરે છે. ચક્રની કિનાર (Rin અથવા Fe!!v) ના ત્રણ ભાગ છે. જે દરેકમાં ચાર ચાર નય સમાય છે. ચક્રની નાભિ તરીકે સ્યાદવાદ છે,
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only