________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના ગ્રંથભડારોના હસ્તલિખિત ગ્રંથાના સમૃદ્ધ વારસો ભાવિ પ્રજાના હસ્તમાં સોંપવા હાય તા તે કાર્ય માટે આપણે
અનુભવી અને ચેાગ્ય તાલીમ પામેલા સપાદકોની જરૂર છે.
નયચક્રના પ્રકાશન સમાર'ભ પ્રસંગે, પ્રમુખ ડા. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેનુ' પ્રવચન (અ'ગ્રેજી પ્રવચનના ગુજરાતી અનુવાદ )
પૂછ્યું. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂજ્ય ત્યાગીગણ તથા મારાં અન્ય ભાઇ બહેના, ભાવનગરની જૈન આત્માનંદ સભાના મણિમહાત્સવમાં ભાગ લેવા માટે મને જ્યારે આ સભાના પ્રમુખશ્રી તરફથી આમત્રણ મળ્યું ત્યારે વિના વિલંબે મેં એ આમ ંત્રણના સ્વીકાર કર્યાં. આજે મારા શિરે એક જવાબદારી પણ મૂકવામાં આવી છે. આપ સમક્ષ એક મહત્ત્વની વાત રજૂ કરવાનું મને કહેવામાં આવ્યું છે. એ મહત્ત્વની વાત એ છે કે આ જૈન આત્માનંદ સભા તરફથી “દાદાર નયચક્ર” નામના ગ્રંથનુ પ્રકાશન થવાનુ છે. આ ગ્રંથનું સંપાદન કાર્ય મુનિશ્રી જમ્મૂવિજયજીએ કર્યુ છે. આ પ્રકાશન વિશે મારે આપને એ ખાલ કહેવાના છે. આ એક જવાબદારી છે. આવી જવાબદારી શિર ઉપર ધરતાં મારી મર્યાદાઓનેા ખ્યાલ મને આવે છે. છતાયે હુ આપ સર્વ સમક્ષ ઉપસ્થિત થયા છું તેનું પણ પ્રયાજન છે. ભારતીય સાહિત્યના અને વિશેષતઃ જૈન સાહિત્યના એક અભ્યાસી તરીકે હું હંમેશાં આ આત્માનંદ સભાનાં પ્રકાશનેમાં ઉંડા રસ ધરાવુ છુ. મહાગ્રંથ ‘દ્વાદશારનયચક્ર” માં મને વિશેષ રસ છે. આ મહાગ્રંથમાં અનેક વિશેષતા છે, વળી મુનિ શ્રી જમ્મૂવિજયજીની વિદ્વત્તા અને સંશોધનશક્તિ માટે મારા હૃદયમાં ઊંડી સન્માનની લાગણી ભરેલી છે. તે ઉપરાન્ત આપ જેવા ધર્મપ્રેમી અને વિદ્યારત શ્રાવક બન્ધુએના સમ્પર્કમાં આવવાની ઇચ્છાને પણ હું રોકી શકયા નથી. આપ જેવા ધર્મપ્રેમી અને વિદ્યારત ભાઇને મળવુ કાને ન ગમે ?
આત્માનંદ સભા તરફથી પ્રકાશિત સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથાના આંકડા ઘણા મોટા છે. આ પ્રથામાં ‘વસુદેવ હિગ્ડી અને બૃહત્ કપભાષ્ય જેવા ગ્રંથો તેા અજોડ અને અનેરાં છે. આવી જ સંસ્થાઓની સહાય અને પ્રાત્સાહનથી, તેમ જ મુનિ શ્રી ચતુરવિજયજી અને મુનિ શ્રી પુણ્યવિજયજી જેવી સમન્વિત સાહિત્યક વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભાએ વડે સંપાદિત ગ્રંથૈ। પ્રકાશિત થાય છે. જૈન સાહિત્યમાં વીરસેન, જિનસેન અને ગુણભદ્રે વિદ્વત્તાની જે પરપરા ચાલુ કરી હતી તેને મુનિ શ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજીએ પુનઃ સજીવન કરી છે.
આજ સર્વાંથી પ્રથમ જરુર છે પ્રાચીન ગ્રંથૈાના યાગ્ય સંપાદન કાર્યાની. વિદ્ભગત સમક્ષ આ પ્રાચીન ગ્રંથાને વિવેચનાત્મક અને અભ્યાસપૂર્ણ રીતે રજૂઆત કરવાના અવસર આવી લાગ્યા છે. જેસલમીર, પાટણ, ખંભાત વગેરેના ભંડારા પ્રાચીન ગ્રંથેાની હસ્તપ્રતાના સગ્રહથી સમૃદ્ધ છે.
૧૫૪
આત્માનના પ્રકાશ
For Private And Personal Use Only