Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ઘટમાળ ચાલ્યા જ કરે છે. કેવળ નૈતિક જીવનથી જ કર્મની ગતિ ઉપર નિયંત્રણ લાવી શકાય અને તપથી કર્મનો અન્ત આણી શકાય. આ પ્રમાણે કર્મની રજથી સંપૂર્ણ રીતે જીવ મુક્ત બને ત્યારે તે કેવલ્ય પ્રાપ્ત કરે. જૈન દર્શનમાં અન્ય હેતુ પણ રહેલો છે. આ હેતુ પ્રમાણે સર્વ જીવ પ્રતિ જૈન દર્શન સમાનતાનું વલણ વિકસાવે છે, અને વ્યકિતનાં વન, વરણ અને વસ્તુઓ પ્રતિ સન્માનનો ભાવ કેળવે છે. વ્યક્તિની શક્તિ અને પર્યાવરણને અનુરૂપ કક્ષાક્રમમાં જૈન દર્શનની નૈતિક આચાર સંહિતા રચવામાં આવી છે. તેમાંથી કોઈ પણ પ્રકાર ની ગેરસમજ વગર અથવા નિજ કર્તવ્ય પ્રતિ બેદરકારી વગર વ્યકિત સ્વેચ્છાપૂર્વક અને સંન્નિનથી પિતાની આચાર-સંહિતાની પસંદગી કરવાની છે. ' જે નીતિદર્શનના પાયામાં અહિંસાના સિદ્ધાંત રહેલો છે. આ સિદ્ધાંતને યોગ્ય રીતે સમજીએ તો સ્પષ્ટ થશે કે તેમાં દરેક વ્યકિતને જીવવાનો અધિકાર સાર્વત્રિક રીતે અને બેમત વગર સ્વીકારવામાં આવ્યો છે. પ્રત્યેક જીવ જીવવા ચાહે છે અને કે મૃત્યુ થતું નથી કોઈપણ વ્યકિતને અન્ય જીવને નુકશાન કરવાને કે તેનો નાશ કરવાને અધિકાર નથી. આ દથિી અહિંસા સભ્ય અને ઔદિક જીવનને પાયાનો નિયમ છે. આલ્બર્ટ સ્વીઝરતાં શબ્દોમાં કહીએ તો હિંસાનો નિધિ એ મનુષ્ય જાતિના આધ્યાત્મિક વિકાસ ની તવારીખમાં મહાન બનાવે છે. ચુસ્ત અહિંસકને જે જે વ્યાવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તે મુશ્કેલીઓને ખ્યાલ જૈન નીતિતત્ત્વ વિચારોને સ્પષ્ટ રીતે છે. આ ખ્યાલ રાખીને તેણે જૈવિક સૃષ્ટિને તે છે વિકાસની કલા-- ક્રમમાં ગોઠવી છે. આ રીતે જીવ સૃષ્ટિને તેના વિકાસની કક્ષાક્રમમાં મૂકવા પાછળ મુખ્ય હેતુ જ ઉચ્ચ કક્ષાની જૈવિક સૃષ્ટિથી હિંસા નિવૃત્તિને આરંભીને, આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે અહિંસા ધર્મમાં પ્રગતિકૂચ કરતાં કરતાં અને ક્રમશઃ નીચલી કક્ષાની જૈવિક વૃષ્ટિની હિંસાથી નિવૃત્તિ તરફ લઈ જવાનો છે. વ્યકિતના જીવન પ્રત્યે માનની લાગણી પૂરતી નથી. પણ વ્યક્તિની મિલ્કત અને વ્યકિતત્વ અને વલણ પ્રતિ સન્માનની ભાવના જરુરી છે. આ વિશેષ જરૂરતના દષ્ટિબિ દુમાંથી જૈન દર્શનમાં પાંચ મહાવ્રતને સિદ્ધાંત ઉભા છે. આ પાંચ વત આ પ્રમાણે છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જેન નીતિતવનોએ અહિંસા એટલે જ ભાર સત્ય ઉપર પણ મૂકે છે. જૈન દર્શન સત્યનું મૂલ્ય સાંસારિક બાબતોના સંબંધમાં સ્વીકારે છે. એટલું જ નહિ પણ તાત્વિક અને ધાર્મિક મહાન સિદ્ધાન્તોને સ્થાપિત કરવા માટે અને સમજવા માટે પણ સત્યના મૂલ્યને જૈન દર્શનમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. જૈન દર્શન વિજિગીષ કરતાં નિણિનીષ વધારે છે.. “ સત્યમેવ જયતે” કહેવાને બદલે તે કહે છે કે “સર્ચ લેગશ્મિ સારભૂયં ” આ ઉભય સિદ્ધાન્તોના તાત્વિક અને આધ્યાત્મિક ગર્ભિત અર્થો વચ્ચે ભેદને મહાસાગર છે. વિશ્વના મહાન ધર્મસ્થાપક અને ઉપદેશકે. પ્રમુખ તત્વવિદો અને પ્રધાન નીતિજ્ઞો સત્યની ખોજ અર્થે નીકળેલા અને તેમાંના કેટલાકે તો એમ કહેવાની વૃષ્ટતા કરી છે કે તેમણે જેને બોધ કર્યો તે સય. આથી મતમતાંતરનાં એવા ડુંગરા ઊભા થયા મણિમહોત્સવ વિશેષાંક ૧૫૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84