Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પરંતુ પ્રાચીન ગ્રંથની આ હસ્તપ્રતો કેવળ ગ્રંથભંડારાની મિલ્કત તરીકે જ ગણી લેવાવી ન જોઈએ, પૂર્વે હતપ્રતોને કેવલ સંગ્રહ માટે જ રાખી મૂકવામાં આવતી ન હતી પરંતુ વખતેવખત હસ્તપ્રતો ઉપરથી લહીઆઓ નવી નકલો પણ ઉતારતા. આજે પણ એવા કેટલાક મુનિઓને હું જાણું છું કે જેઓ તાડપત્રો ઉપર લખેલી જૂની હસ્તપ્રતોની નકલ ઉતારવાના કાર્યમાં રસ ધરાવે છે, પરંતુ પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતોની નકલો બનાવવાનો સમય હવે સદા માટે ગમે છે. આ તો મુદ્રણ કામનો યુગ છે. ત્વરિત મુદ્રણના યુગમાં આપણે જીવીએ છીએ. ગુજરાતના ગ્રંથ ભંડારના હસ્તલિખિત ગ્રંથનો સમૃદ્ધ વારસે ભાવિ પ્રજાના હસ્તમાં સોંપો હોય તો તે કાર્ય માટે આપણે અનુભવી અને યે તાલીમ પામેલા એવા સંપાદકોની જરૂર છે, જે પદ્ધતિસર અને ચીવટપૂર્વક હસ્તપ્રતોને અભ્યાસ કરી ભાવિ વિદ્વાનોની પેઢીના હિતાર્થે વિશ્વસનીય સંપાદન કાર્ય કરી શકે. મહાભારતના સુપ્રતિષ્ઠિત સંપાદક સ્વ. વી. એસ. સુકથંકરે તેમના એક પત્રમાં અને જણાવેલું કે “કેવળ આધારભૂત અને વિવેચનપૂર્ણ પ્રત જ ભાવિ સંશોધનનો યોગ્ય આધાર બની શકે. એગ્ય પ્રતોના અભાવમાં બધાં જ સંશોધની શક્તિ અને સમયનો કેવળ દુર્ભય છે. જે યોગ્ય આધારકતો મળી હોત તો વિશ્વમાં પ૦% મતમતાન્તરોનું અસ્તિત્વ જ ન હોત.” આ હકીકતથી સ્પષ્ટ થશે કે પ્રાચીન ગ્રંથોનું ગ્ય રીતનું સંપાદન કેટલું મહત્વનું અને જરૂરી છે. આ ક્ષેત્રમાં ગુજરાતનાં પ્રાચીન ગ્રંથભંડારો, મુનિ શ્રી પુણ્યવિજયજી જેવી પ્રતિભાઓ અને આત્માનંદ સભા જેવી સહાયક સંસ્થાઓએ સામૂહિક પ્રયાસથી જૈન ગ્રંથના પ્રકાશનનું કિંમતી કાર્ય કર્યું છે. સદ્ગત પંડિત નથુરામજી પ્રેમી તરફથી ભાણિજ્યચંદ્ર ડી. જે. ગ્રંથમાલાના પ્રકાશનનું કાર્ય થયું છે. આ ગ્રંથમાલામાં અપ્રકાશિત અનેક ગ્રંથોને પ્રકાશિત કરવામાં આવ્યાં છે. સદ્ગત પંડિત નથુરામ પ્રેમીએ મને એકવાર કહેલું કે તેમની ગ્રંથમાલાના પ્રકાશન કાર્યની પ્રેરણું તેમને આત્માનંદ સભા પાસેથી મળેલી. જો કે પતિ પ્રેમીના અવસાન પછી હાલમાં તેમની ગ્રંથમાલાનાં પ્રકાશનનું કામ થંભી ગયું છે. આ ગ્રંથમાલાને ભારતીય જ્ઞાનપીઠમાં ફરી શરૂ કરવા હું અને જબલપુરને ડેાકટર હિરાલાલ જૈને પ્રયત્નો કરી રહ્યા છીએ, આરંભથી જ હું ‘બાદશાર નયચક્ર'નાં સંપાદનમાં રસ ધરાવું છું. હું જાણું છું કે આ ગ્રંથ સંપાદક માટે ખાસ સમસ્યારૂપ છે. તેથી ભિન્ન ભિન્ન સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી જે જે પ્રયતે આ દિશામાં થયાં છે તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ હું કરતો આવ્યો છું. એટલે કુદરતી રીતે જ આ સભાના આ પ્રકાશન સાથે સંકળાતાં હું સંતોષ અને આનંદ અનુભવું છું. | મુનિ શ્રી જબૂવિજયજી પ્રતિ હું વિશેષ આદર ધરાવું છું, વર્ષો પૂર્વે તેમના પિતા-ગુરુ અને તેઓ કોલ્હાપુર પધાર્યા હતા. ત્યાં તેઓએ ચાતુર્માસ વીતાવ્યું હતું. તેમના ઉપાશ્રય અને મારા રહેઠાણ વચ્ચેનું અંતર થોડી મિનિટનું હતું. ઘણી ય વાર સમીસાંજે તેઓ મારે ઘેર પધારતા ત્યારે અમે પ્રત્યેના વિવેચનાત્મક પાઠ સંબંધી ચર્ચા-વિચારણા કરતા. આ પ્રકારની ચર્ચામાં મને વિશેષ રસ હતો અને મુનિશ્રી આ વિષયમાં વધારે ને વધારે પારંગત થઈ રહ્યા હતા. હું પણ પિતા-પુત્ર, ગુરુ-શિષ્યના દર્શનાર્થે ઉપાશ્રયમાં જતો. તે સમયે સંસારના સમસ્ત સુખદુ:ખ ત્યાગનાર અને વિદ્યાવ્યાસંગ પાછળ સમસ્ત જીવન સમર્પિત કરનાર આ યુવાન જૈન મુનિશ્રી સંબંધમાં સગર્વ આશ્ચર્ય અનુભવતા. ત્યાર પછી તે અમારા ઉભયના સામાન્ય મિત્રો દ્વારા મુનિશ્રીનાં લખાણનો પ્રવાહ મારા તરફ આવ્યા જ કરતો. છેલ્લા મુનિશ્રીને મળ્યો હતો. અમદાવાદ મુકામે. મારા મિત્ર પં. દલસુખભાઈ મણિમહત્સવ વિશેષાંક ૧૫૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84