________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી મળી શકે તેમ હોય ત્યાં ત્યાંથી તે એકત્ર કરવામાં આવી છે. મુનિ શ્રી જંબૂવિજ્યજીએ આ ગ્રંથનું સંપાદન ઉચ્ચ કોટીનું અને આદર્શ ગણાય એવું સુંદર કયું છે. આ ગ્રંથને સર્વાગ સુંદર બનાવવામાં કશી ખામી રહેવા દીધી નથી. આ માટે તેઓને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજને વંદણ કરી ડો. એ. એન. ઉપાધ્યેએ વાસક્ષેપથી દ્વાદશાર નયચક ગ્રંથનું પૂજન કર્યું હતું. અને એનું પ્રકાશન થયેલું જાહેર કર્યું હતું. ત્યારબાદ પિતાના અંગ્રેજીમાં લખેલા ભાષણ ઉપર હિંદીમાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કર્યું હતું આ ભાષણને ગુજરાતી અનુવાદ અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે. - શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી બેચર દાસજીનો પરિચય આપ્યા બાદ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાએ નયચકના સંપાદનનું કાર્ય મુનિશ્રી જ બૂવિજયજીને સોંપાયું તેની પૂર્વભૂમિકા સમજાવતાં પંડિત સુખલાલજી તેઓ પ્રત્યે કેવી રીતે આકર્ષાયા તેની વિગતો આપી હતી, અને નયચક ગ્રંથના વિષયની અને એની વિશેષતાની સવિસ્તર સમજૂતી આપી હતી, જે અન્યત્ર આપવામાં આવેલ છે.
પંડિત શ્રી બેચરદાસજીએ સંશોધનનો વ્યાપક અર્થ કરીને જીવનની એકેએક કિયાની ઉપયોગિતાને વિચાર કરીને બધી ક્રિયાઓમાં પ્રવેશી ગયેલ અંધશ્રદ્ધાનું પરિમાર્જન કરવા તરફ ધ્યાન દોર્યું હતું અને નયવાદને સાચા અર્થ સમજીને પોતાના દષ્ટિબિંદુને વ્યાપક, સમભાવપૂર્ણ અને સમન્વયકારી બનાવવા અનુરોધ કર્યો હતો. - ફૂલહાર બાદ સભાના મંત્રી શ્રી ચત્રભુજભાઈ જેચંદ શાહે આભાર વિધિ કર્યો હતો અને કંઈક નવું જાણવા મળ્યાના આહલાદભર્યા વાતાવરણમાં ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
સાહિત્ય પ્રકાશન અંગે વિચારગોષ્ઠિ - તા. ૧-૫-૬૭ને સોમવારના રોજ સવારના ૧૦ વાગતાં સભાન હેલમાં પૂજ્ય મુ શ્રી પુણ્યવિજયજી મ.ના સાંનિધ્યમાં સાહિત્યપ્રકાશન તેમ જ સભાની હવે પછીની કાર્યવાહી અંગે વિશાષ્ટિ જવામાં આવી હતી. તેમાં જુદા જુદા વિદ્વાનોએ વિદ્વાનોને તૈયાર કરવા અંગે, તેમ જ સાહિત્ય પ્રકાશન અંગે તથા સભાએ હાથ ધરવાના પ્રકાશન તેમ જ અન્ય કાર્યો અંગે પોતાના વિચારે પ્રદર્શિત કર્યા હતા. અંતમાં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીએ પિતાના વિચારો દર્શાવી ભવિષ્યના કાર્ય માટે માર્ગદર્શન આપ્યું હતું.
પૂજા : સોમવારના રોજ બપોરના સભાન હાલમાં પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી.
વાતૉલાપ : શતના નવ કલાકે ડો. ઉપાબેને વાર્તાલાપ રાખવામાં આવ્યા હતા. એમાં ભાવનગરની ત્રણ સાહિત્ય સંસ્થાઓ કાર્યક્ષમ કેવી રીતે બને એની પણ વિચારણું કરવામાં આવી હતી.
આમ સભાના મણિમહોત્સવના બે દિવસને કાર્યક્રમ સુંદર રીતે સફળ થયો હતો. આ ઉત્સવને નજરે જોનારને એને મધુર સ્વાદ ચિરકાળ પર્યત યાદ કરતા રહે એ સુંદર, ભવ્ય અને યાદગાર આ મહોત્સવ થયે હતો. મણિમહોત્સવ વિશેષાંક
૧૫૩
For Private And Personal Use Only