________________
તેનું એક કારણ છે નાભિકીય વિસ્ફોટ. વૈજ્ઞાનિકો કહે છે કે જો નાભિકીય યુદ્ધ થશે, અણુયુદ્ધ થશે તો વિશ્વસ્થિતિમાં ભારે પરિવર્તન આવશે. સમગ્ર ધરતી અને સમગ્ર આકાશ ધૂળથી ભરાઈ જશે. ક્યાંક તાપમાન ઓછું થઈ જશે, ક્યાંક તાપમાન ઘણું બધું વધી જશે. સમગ્ર જળ અને સ્થળનો ભૂભાગ વિષાક્ત બની જશે. જીવજગત તદ્દન ખતમ થઈ જશે. ક્યાંક ભારે ઠંડી પડશે તો ક્યાંક ભયંકર ગરમી પડશે. તમામ હિમખંડો પીગળી જશે. સમુદ્રની જળસપાટી, બે-ત્રણ મીટર ઊંચી થઈ જશે. સમુદ્ર કિનારે વસેલાં નગરો અને વસતિઓ ડૂબી જશે. તેની આસપાસનો સ્થળ ભૂભાગ જળબંબાકાર બની જશે. એક પ્રકારનોં હિમયુગ આવશે, માત્ર પાણી જ પાણી નજરે પડશે. આ નાભિકીય વિસ્ફોટ અને અણુયુદ્ધ
દ્વારા બનનારી સ્થિતિ છે.
બીજું કારણ છે જંગલોની આડેધડ કતલ. સમગ્ર જગતમાં જંગલોની આડેધડ કતલ થઈ રહી છે. તેને કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૨૫ ટકા વધી ગયું છે. કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ જેટલું વધે છે એટલું જ વાતાવરણ ભયંકર બની જાય છે, તાપમાન વધી જાય છે. એટલો બધો ગેસ બાળી નાંખવામાં આવે છે કે જેને કારણે વાતાવરણ કાર્બન ડાયોક્સાઈડથી ભરાઈ ગયું છે. ઓઝોન વાયુનું પડ કે જે એક સુરક્ષાછત્ર છે તે છેદાઈ રહ્યું છે. કેટલાક દેશોનાં આવાં કરતુતોનું પરિણામ સમગ્ર વિશ્વ ઉપર પડી રહ્યું છે..
સંતુલન કેમ બગડી રહ્યું છે ?
આ સમગ્ર સ્થિતિ એક પ્રલયની સ્થિતિ છે. શું આ સંદર્ભમાં આપણે એમ નહિ કહીએ કે હિંસા મૃત્યુ છે ? શું એમ કહેવું કે હિંસા મૃત્યુ નથી ? જે સ્થિતિમાં એક માણસનું જ નહિ, બે-ત્રણ-ચારનો નહિ પરંતુ સમગ્ર જગતનો વિનાશ છુપાયેલો છે, તેને મૃત્યુ કહેવું એ શું અતિશયોક્તિ છે ? એસ ખલુ મારે – હિંસા મૃત્યુ છે. આ વિધાનને આ વૈજ્ઞાનિક સંદર્ભ સાથે વાંચીએ તો એમ લાગશે કે તે કેટલું વ્યાપક સૂત્ર છે ! સંદર્ભ વગર આ સૂત્ર સામાન્ય લાગે છે, પરંતુ વિજ્ઞાનના સંદર્ભમાં આ સૂત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે. એ પર્યાવરણ વિજ્ઞાનનું સૂત્ર છે. પર્યાવરણનું સંતુલન બગડ્યું અને જગત માટે મોતનું નિયંત્રણ આવી ગયું. પ્રશ્ન એ છે કે આ સંતુલન કેમ બગડી રહ્યું છે ? એનું કારણ છે
અસ્તિત્વ અને અહિંસા – ૩૫
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org