________________
નહિ હોય ત્યાં સુધી પૂર્વોત્તર જ્ઞાન પપ્રતિબંધક રહેશે. જ્યાં સુધી લોભ રહેશે ત્યાં સુધી તે ન તો પૂર્વજન્મને જાણવા દેશે કે ન તો ભાવજન્મને જાણવા દેશે. જ્યારે શરીર પ્રત્યેનો લોભ સમાપ્ત થાય છે, વ્યક્તિ કાયોત્સર્ગની ગહન સ્થિતિમાં પહોંચી જાય છે, શરીરથી ચૈતન્યના ભેદનો સ્પષ્ટ અનુભવ થઈ જાય છે. એ વખતે શરીરની પ્રવૃત્તિ મંદ થવા લાગે છે અને ચેતના અત્યંત સક્રિય બની જાય છે. મનોવિજ્ઞાનમાં એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમ્યાન મોટેભાગે ચેતનમન નિક્યિ બની જાય છે અને અચેતનમન સક્રિય થઈ જાય છે. બરાબર એવી જ વાત છે-અલોભની સ્થિતિમાં શરીર નિષ્ક્રિય જેવું બની જાય છે, ચેતના અતિસક્રિશ્ય થઈ જાય છે. આ જ સંદર્ભમાં એ તથ્ય સમજી શકાય છે કે જે અકર્મા છે તે જાણે-જુએ છે. અકર્મા થવાની સાધના અલોભ અને અપરિગ્રહની સાધના છે. કાયોત્સર્ગ: મૂળસૂત્ર
કાયોત્સર્ગનું મૂળ સૂત્ર છે- નિર્મમત્વ, શરીરની મમતા છોડવી, ભેદવિજ્ઞાનનો અનુભવ કરવો. “હું ચેતના છું, શરીર નથી', “શરીર અલગ છે, આત્મા અલગ છે. આ પાર્થક્ય બોધ જેટલો સ્પષ્ટ થાય છે એટલો સારો કાયોત્સર્ગ માનવામાં આવે છે. આ જ નિર્મમત્વ ચેતનાનું નામ છે અકર્મા અને એ જ અવસ્થામાં આંતરિક જ્ઞાનનો તથા સાક્ષાત્ જ્ઞાનનો વિકાસ થાય છે. તેના વગર પ્રત્યક્ષ જાણવાની સ્થિતિ પેદા થતી નથી કારણ કે શરીર પ્રત્યે પ્રગાઢ મૂર્છા હોય છે, મમત્વ હોય છે. શરીર પ્રત્યે માણસ એટલો બધો જાગૃત રહે છે કે રખેને તેને આંચ ન આવી જાય ! પ્રવૃત્તિ ઃ નિવૃત્તિ
એક સમસ્યા એ પણ છે કે ધર્મ કરવા માટે, આત્મનિરીક્ષણ કરવા માટે અથવા તો પોતાના વિશે વિચાર કરવા માટે વ્યક્તિને અવકાશ નથી મળતો. મોટા ભાગના લોકો એમ કહે છે કે, મહારાજ ! અમે શું કરીએ! સમય જ નથી મળતો. આ અત્યંત મૂંઝવણભરી સમસ્યા છે. શું કાયોત્સર્ગ નકામું કામ છે ? વ્યક્તિ સચ્ચાઈને સમજતી નથી તેથી તે સમય ન હોવાનું બહાનું કાઢે છે. જેવી રીતે કામ કરવું એ બહુ મોટી કલા છે એ જ રીતે નકામા થવું એ પણ બહુ મોટી કલા છે. પરંતુ ઘણા બધા લોકો આ નકામા થવાની વાતને કલા તરીકે જાણતા નથી. જ્યાં
– અસ્તિત્વ અને અહિંસા ન ૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org