Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ એક પ્રશ્ન છે, જે ખૂબ ગુંચવાયેલો છે. કેટલાક લોકો એમ કહે છે કે હિમાલયની ગુફાઓમાં જ સાધના સારી રીતે થઈ શકે છે, એકાંત અને નિર્જન જગ્યાએ જ ધર્મની આરાધના સભ્ય બની શકે છે. આ જગતના કોલાહલ વચ્ચે રહીને સાધના કેવી રીતે શક્ય બને ? જ્યાં પ્રદૂષણ હોય, વાતાવરણ શુદ્ધ ન હોય, હવા પણ શુદ્ધ ન હોય, ત્યાં સાધના ક્વી રીતે થાય ? આ મત એવી વ્યક્તિનો છે કે જેઓ એકાંત સાધનાનો આગ્રહ રાખે છે, હિમાલયની ગુફાઓમાં સાધનાનું સમર્થન કરે છે. કેટલાક લોકોનો ખ્યાલ એવો છે કે એ સાધના જ નથી, પલાયન છે. હિમાલયમાં ચાલ્યા જવું એ પલાયન કરવા જેવું છે. પલાયન કરવાથી શું થશે ? આ પલાયનવાદી મનોવૃત્તિ સારી નથી. એક સાધકે જગતથી પલાયન ન કરવું જોઈએ, પરંતુ લોકોની વચ્ચે રહીને સાધના કરવી જોઈએ. સાધના છે આત્મદર્શન ભગવાન મહાવીરની સામે પણ આવો જ પ્રશ્ન આવ્યો હતો – સાધના ક્યાં થઈ શકે ? ધર્મની આરાધના ક્યાં જઈને કરવી ? સાધના ગામમાં કરવી કે વનમાં ? પહાડોમાં કરવી કે ગુફાઓમાં ? સાધના માટે કયું સ્થળ ઉપયુક્ત છે ? મહાવીરે આ પ્રશ્નનો વિચિત્ર ઉત્તર આપ્યો – સાધના ન તો ગામમાં થઈ શકે છે કે ન તો વનમાં થઈ શકે છે. હકીકતમાં આ પ્રશ્ન એ લોકોના મનમાં ઉદ્ભવે છે કે જેઓ અનાત્મદર્શી છે, જેમણે આત્માને જોયો નથી, જાણ્યો નથી. અનાત્મદર્શી વ્યક્તિ જ આવી વાત કરશે કે સાધના જંગલમાં સારી થાય, કે ગુફામાં સારી થાય. જે વ્યક્તિએ પોતાની જાતને જોઈ છે, પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, તેની સમક્ષ ગામ કે જંગલનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેની સામે માત્ર સાધનાનો પ્રશ્ન જ રહે છે. જ્યાં આત્મદર્શન છે ત્યાં જ સાધના છે. આત્મદર્શન કરનાર વ્યક્તિ દસ હજારની ભીડમાં બેઠી હશે કે પછી કોલાહલની વચ્ચે બેઠી હશે, ભલે તે એકાંતમાં હિમાલયની ગુફામાં બેઠી હશે - તેની શાંતિ અને સાધનામાં કોઈ ફરક નહિ પડે. આત્મદર્શી વ્યક્તિની મનઃસ્થિતિ એક અનાત્મદર્શી વ્યક્તિએ કંઈક લખવું હશે તો તે પ્રથમ એકાંત સ્થળની શોધ કરશે. જો એકાંત સ્થળ હશે તો તે કંઈક લખી લેશે. થોડોક પણ કોલાહલ થશે તો તેનું ધ્યાન વેરવિખેર થઈ જશે, તેનું મન ઉદ્વિગ્ન - અસ્તિત્વ અને અહિંસાના ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274