Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 259
________________ સંબંધ ચેતનાઃ સંબંધાતીત ચેતના - વ્યવહારનું જગત સંબંધોનું જગત છે. વ્યવહારમાં રહેનાર વ્યક્તિએ સંબંધો નિભાવવા પડે છે. એકલાપણાની અનુભૂતિથી સંબંધચેતનાની સાથોસાથ સંબંધાતીત ચેતનાનો વિકાસ થાય છે. સંબંધાતીત ચેતનાનો વિકાસ કરનાર વ્યક્તિ વ્યવહાર જગતમાં રહેવા છતાં, સંબંધોનું જીવન જીવતી હોવા છતાં પોતાની અંદર રહે છે, પોતાનામાં જ રહે છે. આવી સ્થિતિનું નિર્માણ કરવું એ સાધનાની પવિત્રતમ ભૂમિકા છે. વ્યવહારમાં શ્વાસ લેવો અને પોતાની અંદર રહેવું. બહારના જગતમાં જીવવું અને ભીતરમાં રહેવું – એવી સ્થિતિનું નિર્માણ સાધના દ્વારા જ શક્ય છે. માત્ર એ વાતની જ જરૂર છે કે આપણે એત્ત્વની અનુભૂતિ પ્રત્યે જાગરૂક બની રહીએ. સોની (સુવર્ણકાર) વૃત્તિ સાધનાના ક્ષેત્રમાં સોની (સુવર્ણકાર) વૃત્તિ હોવી જોઈએ. એક સંત શ્લોકમાં સુવર્ણકાર વૃત્તિની વ્યાખ્યા આપતાં કહેવામાં આવ્યું છે કે – નિત્ય જુહોતિ વ્યાણિ, ચૌર્યકારી દિને દિને, શકું મિત્ર ન જાનાતિ, તસ્યાવહ કુલબાલિકા. સંસ્કૃત વિદ્વાને એક કન્યાને પૂછ્યું કે તું કોણ છે ? તું કયા કુળની બાળકી છે ? " તે સુવર્ણકારની કન્યા હતી. એણે રૂપકની ભાષામાં જવાબ આપ્યો કે, જે દરરોજ હોમ કરે છે અને દરરોજ ચોરી કરે છે, કોઈ ભેદભાવ કરતો નથી, શત્રુ અને મિત્ર બન્ને જેના માટે સમાન છે તેની હું કન્યા છું. સોની એવી વ્યક્તિ છે કે જે દરરોજ હોમ કરે છે અને દરરોજ સોનાની ચોરી કરે છે. ભલે રાજાનું કામ હોય, મિત્ર કે ભાઈનું કામ હોય પણ સોની થોડું ઘણું સોનું અવશ્ય ચોરી લેતો હોય છે. સાધક સોની જેવો બનવો જોઈએ. ધ્યાન કરનાર, સાધના કરનાર સાધકે સોની જેવા બનવું જોઈએ. જે સાધક છે તેણે દરરોજ પોતાની વૃત્તિઓનો હોમ કરવો જોઈએ. જે કોઈ વાત ગ્રહણ કરવા યોગ્ય હોય એ વાતને ગ્રહણ કરતા રહેવું જોઈએ. ભલે તે વાત કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ હોય. વાત કરનાર શત્રુ હોય કે મિત્ર સાધકે એવો કોઈ ભેદભાવ – અસ્તિત્વ અને અહિંસા , ૨૫૮ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274