Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 266
________________ સ્વાભાવિક વાત છે. પરંતુ તેના સંકલ્પની સાર્થકતા પ્રમાણિત થતી નથી. હકીકતમાં મૌનની સાર્થકતા ત્યાં છે કે જ્યાં વિગ્રહનો પ્રસંગ હોય, કલહ વધવાનો પ્રસંગ હોય, લડાઈ-ઝઘડાનો પ્રસંગ હોય, ક્રોધઆવેશ કે ઉત્તેજનાનો પ્રસંગ હોય. આવા પ્રસંગોએ મૌન રહેવાથી જ મૌનનો અભિપ્રાય સિદ્ધ થાય છે. મહાવીરે મૌનનું જે સૂત્ર આપ્યું, તેનો સંદર્ભ આ જ છે. જો આપણે ઉત્તેજનાત્મક પ્રસંગોએ મૌન રહેવાનું શીખી લઈએ તો વાતાવરણ શાંત થઈ જશે, તેમાં મીઠાશ હશે, સ્નિગ્ધતા અને સરળતા હશે. પ્રસ્ત ? મૌનની સાર્થકતાનો મન થઈ જવું – આપણે આ મહાવીરવાણીનું હાર્દ પડીએ. આપણે મન ત્યારે ધારણ કરવું કે જ્યારે આવેશની સ્થિતિ હોય. આપણે મૌનને સમયની સાથે નહિ, પ્રસંગની સાથે જોડીએ. જો આપણે આ તથ્ય ઉપર ધ્યાન આપીએ તો મૌનની સાર્થકતા આપોઆપ પ્રમાણિત થઈ જાય. આપણે એમ વિચારવું જોઈએ કે કલહનો પ્રસંગ ક્યારે આવે છે ? ભોજનનો સમય એક ઉદાહરણ બની શકે છે. ભોજનનો સમય ઘણે ભાગે કલહનો સમય હોય છે. જો ભોજનમાં જરા પણ તફાવત પડી જાય, તેના સ્વાદમાં ફરક આવી જાય, થોડુંક કાચું રહી જાય કે થોંડું બળી-દાઝી જાય ત્યારે માણસ આવેશથી ભરાઈ જાય છે. એવા પ્રસંગે મૌન ધારણ કરવામાં આવે તો આવેશને અભિવ્યક્ત થવાની તક જ નથી મળતી. વાતાવરણમાં ઉત્તેજના નથી આવતી. પરસ્પર કલહની સંભાવના ક્ષીણ થઈ જાય છે. એવા અનેક પ્રસંગો આપણા જીવનમાં આવતા રહેતા હોય છે. જો આપણે તે પ્રસંગોમાં મૌન રહેવાનો સંકલ્પ કરીએ, મૌન રહી જઈએ તો શાંતિપૂર્ણ જીવન જીવવાનું સૂત્ર આપણા હાથમાં આવી શકે છે. - — અસ્તિત્વ અને અહિંસા , ૨૬૫ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274