Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 270
________________ યોગસાધનામાં ધ્યાનશાસ્ત્રની પણ એક ચતુષ્ટયી છે – ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ધ્યાનફળ. એક હોય છે ધ્યાતા - ધ્યાન કરનાર. એક છે ધ્યાન. એક છે ધ્યેય અને એક છે ધ્યાનનું ફળ. જ્યાં સુધી આ તફાવત ટકી રહે છે ત્યાં સુધી વ્યક્તિ સારો ધ્યાની બની શકતી નથી. જ્યારે અતિ સધાઈ જાય છે ત્યારે ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય છે. જ્યારે આ અદ્વૈત સધાઈ જાય છે ત્યારે સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય છે. અદ્વૈતને સાધ્યા વગર ધ્યાતા અને ધ્યેયનું અંતર ઘટતું નથી, કયારેય દૂર થતું નથી. શબ્દ અને તર્કજાળમાં અટવાયું છે દર્શન મુશ્કેલી એ થઈ કે મધ્યકાળમાં હજાર-પંદર સો વર્ષોનો સમય એવો પસાર થયો કે પ્રાયોગિક દર્શન, ધ્યાન સાધનાની વાતો છૂટી ગઈ. દર્શન માત્ર શબ્દોમાં જ અટવાઈ ગયું. દાર્શનિકો શબ્દ અને તર્કમાં અટવાઈ ગયા. મૂળ વાતને છોડી દેવામાં આવી. આજે આવશ્યકતા છે - દર્શનની સાથે પ્રાયોગિક દર્શનને જોડવાની. હમણાં એક નવી સોસાયટી બનાવવામાં આવી છે, ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઇન્ડિયન ફિલોસોફી. તેની સાથે આંતર્ રાષ્ટ્રીય જગતના મોટા મોટા વિદ્વાનો જોડાયેલા છે. અમે સૂચન કર્યું કે, જો દર્શન માત્ર ચર્ચાના સ્તરે જ રહેશે તો તે ખાસ લાભકારક બને એમ લાગતું નથી. દર્શનની સાથે જીવનની સમસ્યાઓને કેવી રીતે પ્રાયોગિક રૂપે જોડવામાં આવે ? જો આ ક્ષેત્રમાં કંઈક કામ કરવામાં આવે તો દર્શનનું નવું રૂપ મળી શકે છે. તે.જનતાનું દર્શન બની શકે છે. દર્શનની માત્ર ચર્ચાથી કોઈપણ લાભની સંભાવના થઈ શકતી નથી. માત્ર શાબ્દિક ચર્ચાનું પરિણામ ક્યારેય ખાસ સાર્થક બનતું નથી. માર્મિક પ્રસંગ નાનકડા ગામમાં એક મુનિ પધાર્યા. લોકોએ મુનિનું પ્રવચન સાંભળ્યું. મુનિએ અદ્વૈતવાદની વ્યાખ્યા સૌને સમજાવી. લોકો ખૂબ પ્રભાવિત થયા. મુનિ પાસે આવીને એક ભાઈએ માળા ફેરવવાની બાધા (પ્રતિજ્ઞા) લીધી. મુનિએ ક્યું, “સોડહં સોડ'નો જાપ કરો. ભાઈએ સોડાંનો જાપ કરવાનું શરૂ કર્યું. થોડાક દિવસો પસાર થયા. બીજા સંપ્રદાયના એક મુનિ પધાર્યા. તેઓ ભક્તિ સંપ્રદાયના સાધુ હતા. તે ભાઈએ મુનિની સાથે ધર્મની ચર્ચા કરી. મુનિએ પૂછ્યું કે, “માળા ફેરવો છો ?' હા, સોડાંનો જાપ કરું છું.” અસ્તિત્વ અને અહિંસા, ૨૬૯ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274