Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
આપણી સમક્ષ બે જગત છે. દ્રવ્યનું જગત અને પર્યાયનું જગત. જ્યારે આપણે પર્યાયના જગતમાં જીવીશું ત્યારે આપણા માટે અદ્વૈતનું કોઈ જ મહત્ત્વ નહિ રહે. જો આપણે ધૂળથી સૂક્ષ્મ તરફ જોઈએ, સૂક્ષ્મની સાથે જીવનને જોડીએ તો આપણા માટે અદ્વૈતવાદ અત્યંત સાર્થક બની રહેશે.
હું માનું છું કે, આ દૃષ્ટિએ આચારાંગનું સમગ્ર અનુશીલન કરવામાં આવે તો, દૃષ્ટિ જ બદલાઈ જાય ! આચારો - આચારચૂલા
આચારાંગને સમજવા માટે ઘણી વ્યાખ્યાઓ આપવામાં આવી . છે. આચારાંગનું ભાષ્ય પણ લખવામાં આવ્યું છે. પરંતુ આજે પણ એમ લાગે છે કે આચારોની ગંભીરતાનો પૂર્ણ સ્પર્શ હજી થઈ શક્યો નથી. આ ગંભીર સૂત્રના સંદર્ભમાં આચારાંગના બીજા ભાગ –“આચારચૂલાને જોઈએ છીએ તો એવો ખ્યાલ બંધાય છે કે, મહાવીરની આચારવ્યવસ્થા અધ્યાત્મપરક બની ગઈ. મહાવીરે ધ્યાન આપ્યું અધ્યાત્મના સ્તરે અને પછીના સમયમાં ધ્યાન કેન્દ્રિત બન્યું નિયમના સ્તરે. અધ્યાત્મથી અનુપ્રાણિત આચારનો ગ્રંથ છે આયારો અને નિયમથી વ્યવસ્થિત આચારનો ગ્રંથ છે –આચારચૂલા. જો આપણે આયારો અને આચારચૂલાનું સૂક્ષ્મ અધ્યયન કરીએ તો આ તફાવત સ્પષ્ટ થતો જશે. આચારાંગનું હાર્દ
આપણે આચારાંગનું ઊંડાણથી અધ્યયન કરીએ. એમાં જે અધ્યાત્મ સૂત્રો ગૂંથેલાં છે, તેમને પ્રયોગના સ્તરે સ્વીકારીએ. આમ કરીને જ આપણે આચારાંગના ઊંડાણામાં પહોંચી શકીશું; અધ્યાત્મના ઊંડાણમાં પહોંચી શકીશું. જે સાધક આયારોના ઊંડાણમાં પહોંચવામાં સફળ થઈ જાય છે તે અધ્યાત્મના ઊંડાણમાં પહોંચવામાં સફળ થઈ જાય છે. અધ્યાત્મના ઊંડાણમાં જવા માટે આચારાંગનું સમગ્ર અનુશીલન આવશ્યક છે. આ આવશ્યકતાની અનુભૂતિ કરનાર વ્યક્તિ આચારાંગના મર્મને પકડી લે છે, અધ્યાત્મના હાર્દને પકડી લે છે.
– અસ્તિત્વ અને અહિંસા , ૨૭૧
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 270 271 272 273 274