Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 274
________________ ભગવતીની ભવિષ્યવાણી જૈન કાળગણના અનુસાર અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. ' જયારે પાંચમો આરો (કાળખંડ) સમાપ્ત થવાનો હશે, છઠ્ઠો આરો શરૂ થશે ત્યારે આ જગતમાં વિચિત્ર સ્થિતિઓ | પેદા થશે. એ સમયની સ્થિતિનું વર્ણન રોમાંચક છે. સૌ પ્રથમ સમવર્તક વાયુ વહેશે. તે એવો પ્રલયકારી હશે કે પહાડ પણ પ્રકંપિત થઈ ઊઠશે. તીવ્ર આંધીઓ ધસી આવશે. જેથી સમગ્ર આકાશ અને સમગ્ર ધરતી ધૂળથી છવાઈ જશે. ચંદ્રમા એટલો બધો ઠંડો પડી જશે કે રાત્રે કોઈ માણસ બહાર નીકળી પણ નહિ શકે. સૂર્ય એટલો બધો ગરમ થઈ જશે, એટલો બધો તપ્ત થઈ જશે કે માણસ બફાઈ જશે. ભયંકર ઠંડી અને ભયંકર ગરમી ! વરસાદ પણ પડશે - | પરંતુ પાણીનો નહિ અનિનો વરસાદ પડશે, અંગારા વરસશે ! આજે એમ કહેવાય છે કે જયારે પરમાણુ વિસ્ફોટ થશે, નાભિકીયા યુદ્ધ થશે ત્યારે આકાશ અગ્નિની જવાળાઓમાં ભરખાઈ જશે. જીવજગત પ્રાયઃ સમાપ્ત થઈ જશે. જે બચશે તેઓ આંધળા, બહેરા અને રોગી બની જશે. . ભગવતીસૂત્રનું આ વર્ણન શું પરમાણુ યુદ્ધ દ્વારા પેદા થનારી સ્થિતિનું વર્ણન તો નથી ને ? તેમણે અગાઉથી એ શી રીતે જોયું કે આવું કશુંક બનવાનું છે ? આજે જે ચાલી રહ્યું છે તે જોતાં એમા લાગે છે કે માનવી બરાબર એ જ દિશામાં આગળ વધી રહ્યો છે. આજના વૈજ્ઞાનિકો અને રાજનેતાઓ હિસાની દિશામાં જઈ રહ્યા છે. એનો અર્થ એ જ છે કે તેઓ મોતની દિશામાં જઈ રહ્યા છે અને જાણી જોઈને આંખમીંચામણાં કરી રહ્યા છે, પોતાની જાત સાથે પ્રપંચ આચરી રહ્યા છે. અનેકાન્ત ભારતી પ્રકાશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274