________________
તદિક દહ શરીર પાવકે માકેદ, | વિકૃતસુકતભાજાં યેન સાક્ષી ત્વમેવ છે .
હે અગ્નિ! જાગૃત કે સ્વપ્નઅવસ્થામાં મન, વચન અને કાયાથી રામ સિવાય અન્ય કોઈ પ્રત્યે પ્રતિભાવ આવ્યો હોય તો તું મને ભસ્મ કરી દેજે. કારણ કે તું મારા વિકૃત અને સુકૃત આચરણનો સાક્ષી છે.
આવી વાત કોણ કહી શકે ? જે હંમેશાં જાગરૂક રહેતો હોય, સૂતેલો હોવા છતાં જાગરૂક રહેતો હોય એ જ આવી વાત કહી શકે. શરીરશાસ્ત્રનો અભિમત
જાગરણ માટે આંતરિક ચેતનાને જગાડવી અત્યંત આવશ્યક છે. આજના શરીરશાસ્ત્રીઓ બે રસાયણોના આધારે નિદ્રા અને જાગરણની વ્યાખ્યા આપે છે : એક છે સેરાટોનિન અને બીજું છે મેલાટોનિન.
જ્યારે સેરોટોનિન બને છે અને તેમાં કોઈ અવરોધ પેદા થાય છે ત્યારે અનિદ્રાની બીમારી શરૂ થઈ જાય છે. જાગવાનું કારણ બને છે મેલાટોનિન રસાયણ.સામાન્ય રીતે પૂર્વ રાત્રિમાં સેરાટોનિન બને છે અને લગભગ ચાર વાગે મેલાટોનિન બને છે. એ વખતે માણસ જાગવાની સ્થિતિમાં આવે છે. આ બે રસાયણો આપણા શરીરની નિદ્રા માટે જવાબદાર ગણવામાં આવે છે. એવી જ રીતે આપણી આંતરિક ચેતનાના જાગરણ માટે પણ કેટલાંક રસાયણો છે. એક મોહનીય કર્મ પેદા કરે છે, એક તેને ઉત્તેજિત કરે છે, એક તેને ઉપશાંત કરે છે. ઉત્તેજિત કરનાર રસાયણ
જ્યારે જ્યારે પ્રબળ બને છે ત્યારે ત્યારે માણસ ભાવનિદ્રામાં ચાલ્યો જાય છે.
અધ્યાત્મની ભાષામાં આંખો બંધ કરી દેનારી નિદ્રાને દ્રવ્યનિદ્રા કહેવામાં આવે છે અને ચેતનાને સૂવાડી દેનારી નિદ્રાને ભાવનિદ્રા કહેવામાં આવે છે. આંખ ખુલ્લી હોય છે પરંતુ મૂચ્છની એવી ભીંસ આવે છે કે વ્યક્તિને પોતાનું કશું ભાન નથી રહેતું, કર્તવ્ય અને અકર્તવ્યનું કશું જ્ઞાન નથી રહેતું, સઘળું જ્ઞાન ખતમ થઈ જાય છે. અધ્યાત્મમાં આ ભાવનિદ્રા ઉપર વ્યાપક વિચાર કરવામાં આવ્યો, ચેતનાને જાગરૂક રાખવાની વાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું. નિદ્રા ન આવવાનું આધ્યાત્મિક કારણ
કોઈકના શરીરમાં દર્દ કે પીડા હોય તો તેને નિદ્રા આવતી નથી. દર્દ અને પીડા અનિદ્રાની સ્થિતિ ઉત્પન્ન કરે છે. માનસિક તનાવની
– અસ્તિત્વ અને અહિંસા એ ૧૨૦ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org