________________
નિર્વિકલ્પ સમાધિ
આદતોને બદલવાનો, મૌલિક મનોવૃત્તિઓના પરિષ્કારનો સૌથી વધુ વિશ્વસનીય અને મહત્ત્વપૂર્ણ ઉપાય છે – નિર્વિકલ્પ સમાધિ. જ્યારે માણસ શુક્લધ્યાનની અવસ્થામાં પહોંચે છે ત્યારે એક સાથે વૃત્તિઓનું બળવાનું શરૂ થઈ જાય છે. શુક્લધ્યાનની અવસ્થા નિર્વિકલ્પ સમાધિની અવસ્થા છે. જ્યાં સુધી ચિંતન અને વિચાર ચાલે છે ત્યાં સુધી સાધનામાં જેટલું તેજ પ્રગટવું જોઈએ તેટલું પ્રગટતું નથી. માનસિક વિચારની ભૂમિકામાં ઘણું બધું પ્રાપ્ત થાય છે પરંતુ ઘણું બધું છૂટી પણ જાય છે. એ અવસ્થામાં કેટલુંક ઉપલબ્ધ થાય છે પરંતુ મૂળ વાત પ્રાપ્ત થતી નથી. માનસિક વિચારની અવસ્થામાં નિર્મૂળ નાશની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. નિર્વિચાર અવસ્થામાં જ સંસ્કારોનું મૂળથી ઉમૂલન થાય છે, પછી કોઈ આદત શેષ રહેતી નથી, વૃત્તિઓ સમાપ્ત થઈ જાય છે. આત્મસમાધિ
આજકાલ સમાધિના અનેક પ્રયોગો ચાલી રહ્યા છે. યોગી કહેવાતા કેટલાક લોકો સમાધિ લે છે, ભૂમિસમાધિ, જળસમાધિ વગેરેનો સંકલ્પ કરે છે. આ બધું પ્રદર્શન જેવું બની ગયું છે. જો કે એમાં શ્વાસ ઉપર નિયંત્રણ કરવામાં આવે છે. નાડી અને હૃદય ઉપર પણ નિયંત્રણ કરવામાં આવે છે. ડોક્ટરો માટે એ આશ્ચર્યની વાત છે કે સ્વતઃ ચાલિત નાડીતંત્ર ઉપર નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે છે, પરંતુ યોગ દ્વારા એવી સમાધિનો પ્રયોગ કરવામાં આવે છે. મહાવીરે જે આત્મસમાધિની ચર્ચા કરી છે તે એક અલગ સમાધિ છે. તે આ તમામ કરતાં આગળની ભૂમિકા છે. આત્મસમાધિમાં વ્યક્તિ આત્મસ્થ બની જાય છે. જે ચેતના બાહ્યમાં રમમાણ હોય છે તેને બહારથી ખસેડીને, તેનો પ્રત્યાહાર કરીને તેને તદ્દન ભીતરમાં લઈ જાય છે. તે ચેતનાને અંદર જ કેન્દ્રિત કરી રાખે છે, બહાર નીકળવા દેતી નથી. આ સાધનાની ઉચ્ચ ભૂમિકાની એક અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી સંસ્કારોને બાળવાનું શરૂ થઈ જાય છે. આગને ઉદ્દીપ્ત કરનારું ઇંધણ સમાપ્ત થઈ જાય છે. શુક્લફ્સાન ઃ ક્ષમતાનું નિદર્શન
શુક્લધ્યાનની અવસ્થામાં કર્મોને નષ્ટ કરવાની શક્તિ કેટલી વધી જાય છે તેનો ઉલ્લેખ જૈન આગમ સાહિત્યમાં ઉપલબ્ધ છે. ધર્મ ધ્યાનમાં કર્મોનો નાશ થાય છે પરંતુ શુક્લધ્યાન સામે તો તેની કોઈ વિસાત
– અસ્તિત્વ અને અહિંસા = ૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org