________________
પરંતુ સમગ્ર શરીરમાં શું થઈ રહ્યું છે તેને આપણે શું જાણી શકીએ છીએ ખરા ? સમગ્ર શરીરમાં નાડીઓ ચાલી રહી છે, આપણે ક્યારેય ધ્યાન જ નથી આપ્યું. જે ભાગને જોઈએ છીએ, ત્યાં પ્રાણનો પ્રવાહ અધિક થઈ જાય છે. જ્યાં પ્રાણનો પ્રવાહ અધિક થાય છે ત્યાં રક્તસંચાર પણ અધિક થાય છે. આપણા શરીરમાં કેટલાં બધાં રસાયણો બની રહ્યાં છે, અમૃત ટપકી રહ્યું છે પરંતુ આપણે તેનાથી બેખબર છીએ. જે માણસે ખેચરીમુદ્રા સાધી હશે તે જાણતો હશે કે શરીરની અંદર કેટલા રસ છે, કેટલા આનંદ છે. શરીરમાં કેટલું અને શું ઘટિત થઈ રહ્યું છે. તેને જો આપણે જોવા માંડીએ તો પ્રમાદને દૂર થવામાં વિલંબ ક્યાંથી થશે ? શરીપ્રેક્ષાનું રહસ્ય
જ્યાં સુધી આપણે શરીરના આકારને જ જોયા કરીશું ત્યાં સુધી કશું જ નહિ થાય. આપણે જોવાની દૃષ્ટિ બદલવી પડશે. ન તો શરીરને જોવાનું છે, ન તો શરીરના આકારને જોવાનો છે. જોવાનું તો એ છે કે જે થઈ રહ્યું છે, જે યથાર્થ છે. જે વર્તમાન ક્ષણ છે તેને જોવાની છે. વર્તમાન ક્ષણની પ્રેક્ષા, વર્તમાનને જોવો એટલે જ અપ્રમાદ. ન પ્રિયતા અને ન તો અપ્રિયતા. ન રાગ કે ન દ્વેષ. માત્ર જ્ઞેયને જ્ઞાતાની દૃષ્ટિએ
જાણવું છે. એ છે શરીપ્રેક્ષાનું રહસ્ય. મહાવીરે આ રહસ્યનો બોધ આપતાં કહ્યું કે પ્રમાદને મિટાવવો હોય તો શરીરની વર્તમાન ક્ષણને જુઓ. જ્યાં સુધી વર્તમાન ક્ષણને જોવાની સ્થિતિ નહિ બને ત્યાં સુધી ‘ઉટ્ટિએ ણો પમાયએ’ આ સૂત્રની જીવનમાં સાર્થકતા નહિ થાય, પ્રકાશનું કિરણ પ્રાપ્ત નહિ થાય.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org