Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 237
________________ લધુતાથી પ્રભુતા મળે બીમારી છે ચરબીની વર્તમાન યુગની એક મોટી બીમારી ચરબી (જાડાપણા)ની છે. આજે ઠેર ઠેર ચરબી ઘટાડવા માટેનાં ક્લિનિકો જોવા મળે છે. ચરબી ઘટાડવા માટે યોગિક ઉપચારો પણ ચાલી રહ્યા છે. પ્રત્યેક ડૉક્ટર કહે છે કે ચરબી ઘટાડો. ચરબીમાં સતત થતી વૃદ્ધિ અનેક મોટી બીમારીઓને આમંત્રણ આપે છે. હૃદયની બીમારી, ખાંડ અને બ્લડપ્રેશરની બીમારીનું મુખ્ય કારણ બને છે-ચરબી. ડૉક્ટરો સલાહ આપે છે કે - વજન ઘટાડો, વધવા ન દો. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે લઘુતાનો (શરીરમાં મેદની મર્યાદાનો) ઉપદેશ આપ્યો હતો. મહાવીરે કહ્યું – લાઘવ આગમમાણે – લઘુતા કરો, ચરબી ઘટાડો, હલકા બનો. જેટલા હળવા બનશો, એટલી જ પ્રભુતા તમારી પાસે આવશે. જેટલા ભારે બનશો એટલી જ પ્રભુતા તમારાથી દૂર થતી જશે. જ્યાં લઘુતા હશે ત્યાં પ્રભુતા આવી જશે. જ્યાં પ્રભુતા માનવામાં આવે છે ત્યાં તેની સાથે પ્રતિક્રિયા પણ આવે છે. પ્રભુતાઃ પ્રતિક્રિયા આપણે આજસુધીનો ઇતિહાસ અવલોકીએ. એ લોકોની સમક્ષ સમ્રાટ જેવી વ્યક્તિઓનાં શીશ ઝૂકેલાં છે, જેઓ હળવા હતા, અશ્ચિન અને ત્યાગી હતા. સમ્રાટો પાસે બધું જ હતું પરંતુ તેમને મારવા અને ગાદી ઉપરથી નીચે ઉતારી દેવા માટે અનેક ષડયંત્રો રચવામાં આવ્યાં. લોકો તેમની સામે પ્રશંસા કરતા હતા પરંતુ તેમની પાછળ ગાળો દેતા હતા. જ્યાં પ્રભુતા હોય છે, ધનની ચરબી હોય છે, મોટાઈનો નશો હોય છે ત્યાં પ્રતિક્રિયા જાગવી સહજ શક્ય છે. જ્યાં હળવાપણું હોય છે, મમત્વનો ભાવ નથી હોતો, ત્યાં ઘણી બધી સમસ્યાઓ પેદા જ નથી થતી. હકીકતમાં જેટલી પણ પ્રતિક્રિયાઓ છે, જેટલી હિંસા છે એ - અસ્તિત્વ અને અહિંસા , ૨૩૬ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274