Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 246
________________ છે તો અંતરાત્મા પણ સૂઈ જાય છે. આ સૂઈ જવાનું, આરામ કરવાનું ભારે ખતરનાક હોય છે. આ અવસ્થામાં સાતમા ગુણસ્થાન-અપ્રમત ગુણસ્થાન સુધી પહોંચવાનું મુશ્કેલ બની જાય છે. નિષ્ક્રમણનું લક્ષ્ય વીતરાગ બનવાનું છે. શું અપ્રમાદ વીતરાગતા નથી ? અપ્રમાદ અને વીતરાગતા વચ્ચે શો તફાવત છે ? સાતમા ગુણસ્થાનને પામવું મુનિના હાથમાં છે. તે જ્યારે ઇચ્છે ત્યારે સાતમા ગુણસ્થાને જઈ શકે છે. માનવીની આંખ કમજોર છે. ચશ્મા લગાવ્યા અને વાંચવાની સ્થિતિ થઈ ગઈ. એ જ વાત અપ્રમાદની છે. અપ્રમાદની ઉપલબ્ધિ વ્યક્તિના હાથમાં છે. અવરોધ છે જિજીવિષા કેટલાક લોકો આગળ વધી જાય છે પરંતુ થોડાંક કષ્ટનો અનુભવ થતાં જ તેઓ પાછા વળી જાય છે. કદાચ આ જીવનનો મોહ, જિજીવીષા સાધનામાં બહુ મોટો અવરોધ છે. માણસમાં જીવનનો એવો પ્રબળ મોહ હોય છે કે તે મરવાની વાત વિચારી જ નથી શકતો. શક્ય એ છે કે જે વ્યક્તિ મરવાની તૈયારીને પોતાની સામે નથી રાખતી, તેનું નિષ્ક્રમણ સારું નથી થતું. સફળ ધાર્મિક અને સફળ મુનિ એ જ બની શકે કે જે હંમેશાં મરવાની તૈયારી રાખતો હોય, જે મૃત્યુથી ડરતો ન હોય એનો સંકલ્પ જ દૃઢ રહી શકે છે. મૃત્યુથી ડરનાર વ્યક્તિનો સંકલ્પ ડગમગી જાય છે. જીવનની આ આંકાક્ષા સૌથી મોટો અવરોધ છે. માણસ વિચારતો રહે છે કે આવું સુખ-સુવિધામય જીવન ચાલ્યા જ કરે, કયારેય દુઃખ ન આવી જાય, મૃત્યુ ન આવી જાય. ‘માનવી મૃત્યુધર્મા છે’ તે આ સચ્ચાઈને જાણવા છતાં નથી જાણતો, અજાણ બની રહે છે. બે ગ્રંથિઓ જે જન્મે છે તે મરે છે, પરંતુ જેટલો ડર મૃત્યુનો છે એટલો ડર અન્ય કોઈનો નથી. મૃત્યુના અવિચળ નિયમને સૌ કોઈ જાણે છે છતાં જેટલો મોહ જીવનનો છે અને જેટલો ભય મૃત્યુનો છે એટલો કોઈ અન્ય ચીજનો હશે કે કેમ, તે એક પ્રશ્ન છે. જીવનની આશંસાની ગ્રંથિ અને મૃત્યુના ભયની ગ્રંથિ- આ બંને ગ્રંથિઓ ભયાનક છે અને તે આપણી પાછળ પડેલી છે. એ બંને ગ્રંથિઓ માણસને પજવતી રહે છે છતાં માણસ તેમને છોડવા નથી માગતો. જીવન છૂટી જવું એમાં માણસની વિવશતા છે, ઇચ્છા નથી. જો બન્ને અસ્તિત્વ અને અહિંસા ૧૨૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274