________________
શું અરતિ ? શું આનંદ ?
આ જગત દ્ધાત્મક છે. એકલું કશું જ નથી. સઘળું યુગલમાં છે. એક યુગલ છે સુખ અને દુઃખનું. માણસ સુખ ઝંખે છે, પરંતુ શું એવી કોઈ વ્યક્તિ હશે કે જેને દુઃખ ન મળે ? સમસ્યા એ છે કે જીવવું કઈ રીતે ? ચતુષ્પદી
શરીર અને મનને દુઃખ અનુકૂળ નથી લાગતું દુઃખને કોઈ ઇચ્છતું નથી, છતાં તે આવી પડે છે. જ્યાં સંયોગ અને વિયોગનો નિયમ છે
ત્યાં તેની સાથે સુખ અને દુઃખનો પણ એક નિયમ છે. સંયોગ અને વિયોગ ન હોય તો સુખ અને દુઃખ પણ ન હોઈ શકે. જે સંયોગાતીત બની જાય તેના માટે પછી સુખ કે દુઃખ કશું રહેતું નથી. જે સંયોગોમાં રમે છે, સંબંધોનું જીવન જીવે છે તેને માટે સુખ અને દુઃખ બંને હોવાં અનિવાર્ય છે.
આર્તધ્યાનના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે – પ્રિયનો સંયોગ થવાથી સુખ મળે છે. અપ્રિયનો સંયોગ થવાથી દુઃખ મળે છે. અપ્રિયનો વિયોગ થવાથી સુખ મળે છે.
પ્રિયનો વિયોગ થવાથી દુઃખ મળે છે. સમસ્યા છે પકડની
આ ચતુષ્પદીમાં આપણી તમામ માનસિકતા સમાયેલી છે. આ એક એવો અનુબંધ છે કે જેના વમળમાં સમગ્ર જગત નિમગ્ન કરે છે. આપણે એવી કલ્પના શી રીતે કરી શકીએ કે દુઃખ ન મળે ? લગ્ન થયાં, એટલે એક સંયોગ બની ગયો. બે-ચાર મહિના વીતી ગયા અને પતિનું અવસાન થયું. સંયોગ વિયોગમાં બદલાઈ ગયો. સંયોગથી સુખ મળ્યું અને વિયોગથી દુઃખ મળ્યું. થોડાક દિવસનું સુખ જીવનભરના દુઃખમાં પરિવર્તિત થઈ ગયું. આવી ઘટનાઓ ઘટતી રહે છે. જ્યાં સંયોગ અને
અસ્તિત્વ અને અહિંસા ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org