________________
વિશે વિચારવું એ અત્યંત ખતરનાક વૃત્તિ છે. વિકાસ માટે તેનાથી દૂર રહેવું આવશ્યક છે. વિચયની પ્રક્રિયા
આચારાંગનું બીજું અધ્યયન છે – લોકરિચય. વિચય શબ્દ અતિ પ્રાચીન છે. આધુનિક શબ્દ છે - સંશોધન, રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન, અન્વેષણ. પ્રાચીન શબ્દ છે વિચય. લોકનો વિચય કરો અર્થાત્ શરીરના એક ભાગને જુઓ. શરીએક્ષા અને કાયોત્સર્ગ શું છે? એ બન્ને વિચયની પ્રક્રિયાઓ છે. એવી જ રીતે મનનું વિચય કરો. ભીતરમાં જામી ગયેલા સંસ્કારો જુઓ. કષાયનું વિચય કરો, પોતાના કષાયોને જુઓ. ત્યારપછી જે અંતિમ સચ્ચાઈ છે – ચેતના-આત્મ, ત્યાં સુધી આપણે પહોંચી જઈશું જો આપણે માત્ર ઉપર-ઉપરના સંસ્કારો, કષાયોની સપાટી સુધી જ રહી જઈએ, એ જ વ્યક્તિત્વને પોતાનું વ્યક્તિત્વ માની લઈએ તો મૂળ અને મૌલિક વ્યક્તિત્વ આપણાથી અજ્ઞાત જ રહી જશે. મહત્ત્વપૂર્ણ પરંપરા -
લોકવિચય અને વ્યક્તિત્વના વિશ્લેષણની એક પરંપરા જોવા મળે છે. એ ખૂબ મહત્ત્વની પરંપરા છે. એણે વાલ્મીકિનું કલ્યાણ કર્યું, અર્જુન માળીનું કલ્યાણ કર્યું. ધર્મના ક્ષેત્રમાં જે સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ વિચયની પદ્ધતિ અપનાવી છે, તેમણે પોતાનું જીવન આલોકથી છલકાવી દીધું છે. વિચય વગર આગળ વધવાનો માર્ગ સ્પષ્ટ નહિ બને. આપણે એ સચ્ચાઈ પણ સમજીએ અને પોતાની વૃત્તિઓ તથા સંસ્કારોની આલોચના કરવાનો સંકલ્પ કરીએ. જે દિવસે આવો સંકલ્પ આકાર લેશે તે દિવસે આપણને જોવાની એક નવી જ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને એ દૃષ્ટિ કલ્યાણની એવી સૃષ્ટિ રચશે કે જેના માટે માનવી હરહંમેશ તરસતો રહ્યો છે.
અસ્તિત્વ અને અહિંસા - ૧૧૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org