________________
સાથે જે ભોગાતીત ચેતનાનો એક ખ્યાલ હતો, તે આજે નથી રહ્યો.
જ્યાં ભોગ છે ત્યાં તેની સાથે ભોગાતીત ચેતના પણ હોવી જોઈએ. આજે આ દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે, મૂળ દૃષ્ટિ જ નથી રહી, માત્ર ભોગવાદ ચાલી રહ્યો છે. ઉછુંખલ ભોગવાદ, ઉન્મુક્ત ભોગવાદ સિવાય કશું દેખાતું જ નથી. એનું પરિણામ એ છે કે આજે બીમારીઓ ખૂબ વધી ગઈ છે. જો ભોગની સાથે સાથે ભોગાતીત ચેતનાનો વિકાસ થયો હોત તો આટલી બધી બીમારીઓ વધી ન હોત. આ આજનો વિક્ટ પ્રશ્ન છે. ઘણી વખત ડોક્ટરો પણ કહે છે કે આટલી બધી હોસ્પિટલો વધી રહી છે અને તેમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ક્યાંય કોઈ જગ્યા ખાલી નથી. દવાઓ બનાવનારી આટલી મોટી મોટી કંપનીઓ ઊભી થઈ છતાં ન તો ડોક્ટરને ફરસદ છે કે ન તો દવા આપનારને ફુરસદ છે અને ન તો દવા લેનારને ફુરસદ છે ! ચારે તરફ રોગનું એક ચક્ર ચાલી રહ્યું છે. એનું કારણ શું છે ? મર્યાદાના અતિક્રમણનો અર્થ
આપણે મહાવીરવાણી વાંચીએ. મહાવીરે કહ્યું કે ભોગકાળમાં રોગ પેદા થાય છે. સંસ્કૃત કવિએ પણ એ જ કહ્યું – ભોગા રોગફલા -- ભોગનું ફળ રોગ છે. આ વાત ખૂબ ઓછી પકડવામાં આવી – ઇન્દ્રિયોનો ભોગ એક હદ સુધી જ ઉચિત હોઈ શકે છે. મર્યાદાના અતિક્રમણનો અર્થ રોગને મુક્ત આમંત્રણ છે. ઘણા બધા શારીરિક અને માનસિક રોગો આ કારણે જ પેદા થાય છે. જો રાગ અને દ્વેષ મનમાં છુપાયેલા હશે તો બીમારીઓને વિકસવાની તક મળશે. જો રાગ અને દ્વેષ નહિ હોય તો બીમારીઓને વિકસવાની તક સહજ રીતે નહિ મળે. ચાલતાં ચાલતાં પથ્થરની સ વાગે, પગમાં કાંટો વાગે તો એ રોગ નથી, એ કોઈ મુખ્ય બીમારી નથી. વરસાદ પડે અને શરદી થઈ જાય તો એ ખાસ બીમારી નથી. બીમારી તો એ છે કે જે પજવનારી હોય. જે બીમારી ઘર કરી બેસે છે તે ખરી બીમારી છે. હૃદયરોગ, કેન્સર, અલ્સર વગેરે જે બીમારીઓ છે તે આપણા રાગ અને દ્વેષમાંથી ઉત્પન્ન થયેલી બીમારીઓ છે, ભોગને કારણે પેદા થયેલી બીમારીઓ છે. પહેલાં ડોક્ટરો બીમાર વ્યક્તિને જોતાં જ સમજી જતા કે તેને કયો રોગ છે. પરંતુ હવે એમ વિચારવામાં આવે છે કે કઈ વ્યક્તિ કઈ બીમારીને કારણે બીમાર છે. લય ખોરવાઈ જવાથી બીમારી વધે છે. લય જાળવી રાખવાનું ખૂબ
– અસ્તિત્વ અને અહિંસા , ૯૩ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org