________________
બીમારીનું કારણ
મહાવીરે જે કહ્યું તેનો મર્મ છે કે વનસ્પતિજગત પ્રત્યે કરુણા, સહયોગ, સહૃદયતા, કૃતજ્ઞતા અને ક્ષમાયાચનાનો ભાવ હોવો જોઈએ. ઘણા લોકો વૃક્ષો કાપીને બીમાર પડી જાય છે. તેમને ખબર જ નથી પડતી કે તેમની બીમારી શા માટે આવી ? જાપાનમાં એક રહસ્યવિદ્ થઈ ગયા – ડૉ. હિરોશી મોકોમામા. તેમણે એક રોગીને જોયો. તેની બીમારીની કોઈ ખબર પડતી નહોતી. મોકોમામાએ પૂછયું :
તમારી સાસુનું મૃત્યુ થયું છે ? હા. તમારા ઘર સામે કોઈ જૂનું વૃક્ષ છે ? હા.
બસ, એ જ છે તમારી બીમારીનું કારણ! કેટલાક લોકો એ વૃક્ષને કાપવા ઇચ્છે છે. એ વૃક્ષમાં એક પવિત્ર આત્મા રહે છે અને એની જ ચેતવણી છે તમારી આ બીમારી.
ડોક્ટરની વાત સાચી પડી. થોડાક દિવસો પછી તોફાન ઊમટ્યું અને તે વૃક્ષ ઉખડી ગયું. તેણે એ જ જગાએ એક નવું વૃક્ષ ઊગાડી દીધું. એ જ દિવસથી બીમારી દૂર થવા લાગી અને થોડાક જ દિવસોમાં તે માણસ સ્વસ્થ થઈ ગયો. મહત્ત્વપૂર્ણ સ્વીકૃતિ
કેટલાક મૃતાત્માઓનાં નિવાસસ્થાન પણ વૃક્ષો હોય છે. ગુરુ સમક્ષ ધારણા કરતી વખતે એક જૈન શ્રાવક એવો નિયમ સ્વીકારે છે કે હું મોટું વૃક્ષ નહિ કાપું. આ બહુ મોટી અને મહત્ત્વની સ્વીકૃતિ છે. વિશ્નોઈ સમાજે વૃક્ષો માટે જ કામ કર્યું છે તે અત્યંત અદ્ભુત છે. વિશ્નોઈ સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે એક વૃક્ષને કાપવું એ દસ બાળકોની હત્યા સમાન છે. વિશ્નોઈ સમાજના પૂર્વજોએ વૃક્ષોની સુરક્ષા માટે પોતાના જીવનનાં બલિદાન આપી દીધાં હતાં. જ્યારે જોધપુરના રાજાએ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું ત્યારે વિશ્નોઈ સમાજના લોકોએ તેની સામે સત્યાગ્રહ શરૂ કરી દીધો. તેમણે કહ્યું કે પહેલાં અમે મરીશું પછી જ વૃક્ષો કપાશે. વૃક્ષોને વિનાશથી બચાવવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આપણે એ સચ્ચાઈને સમજીએ કે જેટલાં વૃક્ષો કપાશે, એટલું જ
-- અસ્તિત્વ અને અહિંસા ૪ ૪૬
- -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org