________________
દક્ષિણાશા પ્રવૃત્તસ્ય, પ્રસારિતકરસ્ય ચ | તેજ : તેજસ્વિનસ્તસ્ય, હોયતેવન્યસ્થ કા કથા //
જે લોભની આશામાં ચાલ્યો ગયો, જે લોભની દિશામાં ચાલ્યો ગયો, જે ધનની આશામાં ચાલ્યો ગયો, તે મંદ બની ગયો. લોભની દિશામાં પ્રસ્થિત વ્યક્તિ અજ્ઞાની બની જાય છે, તેનો વિચારવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે, તેનાં દિલ અને દિમાગ બદલાઈ જાય છે.
એક રોગી એક ડોક્ટર પાસે ગયો અને બોલ્યો – મારાં દિલ અને દિમાગમાં દર્દ છે. ડોક્ટરે તેને ઊલટો સૂવડાવીને એની પીઠ તપાસવાનું શરૂ કર્યું. રોગી બોલ્યો – મને પીઠમાં નહિ, દિલમાં દર્દ છે. ડોક્ટરે કહ્યું - આજકાલ ભારતનાં લોકોનું દિલ આગળ ક્યાં છે? એમનું દિલ અને દિમાગ પશ્ચિમ તરફ છે, પાછળ છે. વિચિત્ર ઘટના
એમ લાગે છે કે લોભને કારણે દિલ અને દિમાગ બદલાઈ ગયાં છે. પશ્ચિમની કેટલીક વાતો જે સારી છે તે આપણે ઓછી અપનાવીએ છીએ. પરંતુ જો મારો અભ્યાસ સાચો હોય તો હું એમ કહી શકું છું કે લોભ અને સંગ્રહની વૃત્તિ જેટલી ભારતીય માનસમાં છે, એટલી પશ્ચિમના લોકોમાં નથી. સાત પેઢી સુધી વિચાર કરવાની વાત માત્ર હિન્દુસ્તાની લોકોમાં જ છે. પશ્ચિમનો માણસ ક્યારેય એવી કલ્પનામાં પડતો નથી. એની વિચારવાની રીત જુદી જ છે.
અમેરિકામાં આજે પણ એક મોટી વિચિત્ર ઘટના ઘટી રહી છે. એક વ્યક્તિ થઈ ગઈ – બેન્જામીન ફ્રેન્કલીન. તે પ્રેસ ચલાવતો હતો. તેની પાસે એક વખત વીસ ડોલર ઓછા હતા. તેણે મિત્ર પાસે મદદ માગી. મિત્રે તેને વીસ ડોલર આપ્યા. તેનું કામ પૂરું થઈ ગયું. તેણે મિત્રના વીસ ડોલર પાછા આપવા ઇચ્છવું. મિત્ર બોલ્યો – મેં તો તને પાછા લેવા માટે આપ્યા નહોતા. જો તું આપવા માગતો હોય તો એક કામ કર, એ તારી પાસે જ રાખ. બીજી કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપી દેજે અને તેને પણ તું એમ કહેજે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તે રાખે. ત્યાર પછી એ વીસ ડોલર બીજી કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપે ! સંગ્રહની મનોવૃત્તિ ભારતમાં સંગ્રહની મનોવૃત્તિ પ્રબળ છે. મૃત્યુની ક્ષણ સુધી વ્યક્તિ
અસ્તિત્વ અને અહિંસા - ૫૫ --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org