________________
ભગવાન મહાવીરે આત્મતુલાના સિદ્ધાંતનું વ્યવહારના સંદર્ભમાં પ્રતિપાદન કર્યું. જેનશ્રાવકની આચારસંહિતા આત્મતુલાના સિદ્ધાંતનું વ્યાવહારિક રૂપ છે. શ્રાવકની આચારસંહિતાનો એક નિયમ છે કે હું મારા આશ્રિત પ્રાણીની આજીવિકાનો વિચ્છેદ નહિ કરું. ભલે તે નોકર હોય, કર્મચારી હોય કે પશુ હોય. જે આશ્રિત છે તેની આજીવિકાનો વિચ્છેદ તે નહિ કરી શકે. શોષણ-પરિહારનો સિદ્ધાંત
આજે શોષણની સમસ્યા અત્યંત ગંભીર બની છે. એવો સ્વર સાંભળવા મળે છે કે શોષણ ન થવું જોઈએ, શ્રમનું ઉચિત મૂલ્ય મળવું જોઈએ. જો આપણે અતીતને જાણીએ તો આપણું તારણ એવું હશે કે શોષણનો વિરોધ સૌપ્રથમ ભગવાન મહાવીરે કર્યો હતો. મહાવીરે કહ્યું કે કોઈના ભક્તપાનનો વિચ્છેદ ન કરો. જે વ્યક્તિ જે પામવા માટે હકદાર હોય એ તમે ના છીનવો. તે શ્રમ કરે છે અને જો તમે એનો હક છીનવી લો તો એમાં ન્યાય નથી. શોષણના પરિહારનો મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે આત્મતુલાનો સિદ્ધાંત. કોઈની આજીવિકા ન છીનવો, કોઈનું શોષણ ન કરો. જો આ સિદ્ધાંતનો અમલ થતો હોત તો હડતાળો ન હોત, મિલો બંધ ન પડત. અહિંસાના માધ્યમ થકી માનવીય ચેતનાને
ગાડવાનું જેટલું કામ મહાવીરે કર્યું, એટલું અન્ય કોઈએ કર્યું છે કેમ તે સંશોધનનો વિષય છે. આચારાંગ સૂત્રમાં અહિંસક સમાજરચનાનાં સૂત્રો અઢળક છે. આચારાંગ એટલે ક્રાંતિસૂત્ર. તેનું એક સૂત્ર છે – માણસ ત્રાજવાના એક પલ્લામાં પોતાની જાતને મૂકે અને બીજા પલ્લામાં સામેના પ્રાણીને મૂકે. પછી બન્નેને સમદૃષ્ટિથી તોલે, આત્મતુલાનું અન્વેષણ કરે. મહાવીરના શબ્દોમાં આ જ સાચી શોધ અને અન્વેષણ છે.
--
અસ્તિત્વ અને અહિંસા ક ૬૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org