________________
વ્યકિત વધુમાં વધુ સુખ મેળવવાની ઇચ્છા રાખે છે - એ છે આત્મતૃપ્તિની ઇચ્છા.
એના જ આધારે નીતિશાસ્ત્રમાં સુખવાદનો સિદ્ધાંત સ્થપાયો. પ્રત્યેક વ્યક્તિ સુખ ઇચ્છે છે. કારણ કે તે પોતાનું છે. વ્યક્તિ કોઈપણ કામ કરે છે તો તે સુખપ્રાપ્તિ માટે કરે છે. સુખ અને લાભને મેળવવાનું વ્યક્તિનું પ્રયોજન હોય છે. અધ્યાત્મશાસ્ત્રમાં પણ આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું. વ્યક્તિના પ્રત્યેક કાર્યનો આધાર એ જ મળશે કે સુખ મળે, દુઃખ ટળે. આ એક આધ્યાત્મિક સત્ય છે. સુખવાદની સાથે સ્વાર્થવાદ જોડાયેલો છે. સુખ અને સ્વાર્થ પરસ્પર સાથે જોડાયેલાં છે. એ બન્નેને અલગ કરવાનું કામ કપરું છે. એમ માની લેવું જોઈએ કે વ્યક્તિ સ્વભાવથી જ સ્વાર્થી છે. તે પોતાને સુખ આપવા ઇચ્છે છે અને તેને બીજા કોઈની ચિંતા નથી હોતી. આ સિદ્ધાંતનું એક ઉદારીકરણ ધર્મશાસ્ત્રોએ આપ્યું – સંયમ પાળો, સાધના કરો. પૂછવામાં આવ્યું કે શા માટે ? કહેવામાં આવ્યું કે આત્મહિત માટે, પોતાના હિત માટે. આ પણ સ્વાર્થની જ વાત છે પરંતુ તે એવો સ્વાર્થ નથી કે જેથી બીજાઓના સ્વાર્થનું વિઘટન થાય. જે સ્વાર્થને સાધવામાં બીજાઓનો સ્વાર્થ વિઘટીત થતો હોય એવો સ્વાર્થ સારો નથી હોતો, નિમ્ન કક્ષાનો હોય છે. આત્માનુકંપી ઃ પરાનુકંપી
અધ્યાત્મશાસ્ત્રનો દૃષ્ટિકોણ આ સંદર્ભમાં અત્યંત ઉદાત્ત રહ્યો છે. બૌદ્ધોના મહાયાન સંપ્રદાયનું મુખ્ય સૂત્ર છે – “હું એકલો સુખી નહિ બનું, ભલે ગમે તે થાય. સૌને સાથે લઈને ચાલીશ. જે સૌને થશે તે મારે થશે. આ મહાપથ છે.” જૈનતીર્થકરોનો પણ આવો દૃષ્ટિકોણ રહ્યો છે. બે શબ્દો પ્રસિદ્ધ છે - આત્માનુકંપી અને પરાનુકંપી. વ્યકિત આત્માનુકંપી બનવી જોઈએ અને પરાનુકંપી પણ બનવી જોઈએ. આ સ્વાર્થથી આગળ વધવાની વાત છે, પરંતુ એમાં પણ સ્વાર્થની વાત તો છે જ. એમાં સ્વાર્થને એવો વિરાટ બનાવી દેવામાં આવ્યો છે કે બીજાઓના કલ્યાણમાં પણ પોતાનું કલ્યાણ છે, પોતાની નિર્જરા છે, પોતાનું હિત છે. લાભ કોને મળ્યો ? પરકલ્યાણ ક્યાં સમાયોજિત થયું? તે પોતાના કલ્યાણનું જ સાધન બની ગયું. તફાવત એટલો જ પડ્યો કે સુખવાદ અને સ્વાર્થવાદ વિરાટ બની ગયો. જ્યારે કોઈ દોષનું
– અસ્તિત્વ અને અહિંસા ૭૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org