________________
જ હાથમાં છે. જો આપણે ન ઇચ્છીએ તો આપણને કોઈ દુઃખી કરી શકતું નથી અને આપણે ઇચ્છીએ તો પણ કોઈને દુઃખી કરી શકતા નથી, કોઈને સુખી કરી શકતા નથી. સુખ અને દુઃખ સ્વગત હોય છે, પોતપોતાનું હોય છે. જેનામાં જેવી ક્ષમતા હોય છે, જેને જે મળે છે, તેણે તેનો વિકાસ કરવો જોઈએ, સુખ પેદા કરવું જોઈએ. - આપણે આત્મકર્તુત્વના આ સિદ્ધાંતનું ઊંડાણથી અધ્યયન કરીએ. અધ્યાત્મવિજ્ઞાનના આ સૂત્રને સમાજવિજ્ઞાન અને મનોવિજ્ઞાને પણ કોઈક અર્થમાં અપનાવ્યું છે. સામાજિક છે સાધન
સુખ-દુઃખ નિતાંત પોતાનું અને વૈયક્તિક હોય છે. એનો અર્થ એ થયો કે સુખ-દુઃખનો વિનિમય કરી શકાતો નથી, તેને લઈ કે આપી શકાતાં નથી. પુત્ર ધન કમાય તો પિતાને મળી જાય છે. પિતા ધન કમાય તો પુત્રને મળી જાય છે. એક વ્યક્તિ કમાય છે અને તે પરિવારના દસ સભ્યોને મળી જાય છે. ધન વૈયક્તિક નથી, સામાજિક છે. ધનને વૈયક્તિક માનવું એ મૂર્ખામી છે અને સુખને સામાજિક માનવું એ મૂર્ખામી છે. સુખ-દુઃખનું જે સાધન છે તે સામાજિક છે.
આપણે આ ખ્યાલને સ્પષ્ટ કરીએ – સુખ-દુઃખનાં સાધન સામાજિક છે પરંતુ સુખ-દુઃખનાં સંવેદન વૈયક્તિક છે તેથી ન તો કોઈનામાં ત્રાણનું આરોપણ કરવું જોઈએ કે ન તો કોઈને અંતિમ શરણ માનવું જોઈએ. વ્યક્તિનો પોતાનો આત્મા, વ્યક્તિનું પોતાનું આચરણ જ ત્રાણ અને શરણ આપવામાં સમર્થ છે, સુખ અને દુઃખનું કારણ છે. આપણે આ સચ્ચાઈને સમજીએ અને એવું કોઈ આચરણ ન કરીએ કે જેથી દુઃખ વધે, સુખ ઘટે. આવી જાગરૂકતા જ દુઃખમાંથી મુક્તિ અપાવી શકે છે અને સુખનો માર્ગ મોકળો કરી શકે છે.
——- અસ્તિત્વ અને અહિંસા ૭૬
——–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org