________________
શકાય કે ત્રસજીવ વિકાસની પ્રક્રિયાનાં મૂળતત્ત્વો છે. સ્થાવર સૃષ્ટિથી આપણે ત્રસસૃષ્ટિ સુધી પહોંચીએ. સ્થાવર વૃક્ષો વધી જાય છે, વનસ્પતિ વધી જાય છે પરંતુ નવું નિર્માણ કશું જ થતું નથી. આપણી ગતિ સમગ્ર નવનિર્માણનો આધાર બનેલી છે. પાંચ સ્થાવર પછી છઠ્ઠું સ્થાન ત્રસજગતનું છે. એને જ ભગવાન મહાવીરે સંસાર કહ્યો છે - એસ સંસારેત્તિ પવુચ્ચઈ. સંસારનો અર્થ જ ગતિશીલ હોવું છે. સ્થિરતાનું નામ સંસાર નથી. આપણો આ સંસાર ત્રસ જીવ છે. એણે જ મકાનો બનાવ્યાં છે, કપડાં બનાવ્યાં છે, ખેતી ઉત્પાદન કર્યું છે. કોઈ જનરલ સ્ટોરમાં એટલી બધી ચીજો રહે છે કે જેને જોવા માટે કોઈ વ્યક્તિ પહોંચી જાય તો આખો દિવસ માત્ર જોવામાં જ પસાર થઈ જાય. લોકોની ભીડથી બજારો છલકાતાં રહે છે. સાડીઓની દુકાન ઉપર મહિલાઓની ભીડ રહે છે. જનરલ સ્ટોર ઉપર રોજ-બ-રોજ ઉપયોગમાં આવનારા પદાર્થો ખરીદવા માટે લોકો આતુર બનેલા જોવા મળે છે. એટલા બધા પ્રકારની ખાવાની અને પહેરવાની ચીજોનો વિકાસ થયેલો છે કે જેની ગણતરી કરવાનું સહજ શક્ય નથી લાગતું. •
ગતિનું પરિણામ
પ્રશ્ન એ છે કે - શું આટલા બધા પદાર્થોની જરૂર છે ખરી ? માણસે કૃત્રિમ આવશ્યક્તાઓનો ખૂબ વિસ્તાર કરી દીધો છે. ગતિનું આ એક પરિણામ છે. આ ગતિશીલતાએ વિકાસ અને નિર્માણની ગતિને આગળ વધારી છે. સાથોસાથ તેણે માણસમાં લોભ અને સૌંદર્યની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું છે. પરિણામે આજે માણસ સ્વયંમાં સુંદર નથી રહ્યો. તે કપડાં સુંદર પહેરે છે પરંતુ પોતે સુંદર નથી. તે સ્વયં સર્જેલો નથી, પરંતુ સ્વયંને સજાવવા ઇચ્છે છે. અનેક વ્યક્તિઓ સેન્ટ લગાવે છે પરંતુ શું તેઓ એ નથી જાણતા કે સેન્ટ કઈ રીતે બને છે ? જો વ્યક્તિ સેન્ટ બનાવવાની પ્રક્રિયા જાણી લે તો કદાચ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દે. એક જાનવર હોય છે બિ. તેની યૌનગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે, તેમાં ખૂબ સુગંધ હોય છે. એ બિટ્ટુની યૌનગ્રંથિને મારીમારીને કરાવવામાં આવે છે અને એ દ્વારા સવિત પદાર્થમાંથી ઘણાં બધાં એન્ટ બને છે.
એક નાનકડું પ્રાણી છે-બીવર. તેની ચામડી ખૂબ મુલાયમ હોય છે. રૂંછા કોટ બનાવવા માટે બીવરની હત્યા કરવામાં આવે છે.
અસ્તિત્વ અને અહિંસા / ૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org