________________
આ સંસાર છે
વિકાસનો આધાર - માનવીની પ્રવૃત્તિ પાછળ અનેક પ્રેરણાઓ અને ભાવનાત્મક ઉત્તેજનાઓ હોય છે. તેમાં સૌથી મોટી પ્રેરણા લોભ છે. કષાયના ચાર પ્રકાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. એમાં લોભનો પરિવાર સૌથી મોટો છે. દશમા ગુણસ્થાન સુધી તેનું અસ્તિત્વ ટકી રહે છે. એનો અર્થ એ થયો કે તે સાધનાની અગ્રિમ ભૂમિકા સુધી પોતાનો પંજો ફ્લાવી રાખે છે. ક્રોધ, માન, માયા એ તમામ લોભના જ ચમચા છે. જો લોભ પ્રબળ હશે તો ક્રોધ પણ વધુ થશે, અહંકાર પણ ખૂબ વધશે અને માયા પણ વિસ્તાર પામશે. જેટલા કષાય છે, આપણી પ્રવૃત્તિની જેટલી પ્રેરણાઓ છે એ તમામને એક શબ્દ-લોભમાં સમેટી લઈ શકાય તેમ છે. લોભે માનવીમાં ભારે ક્રૂરતા પેદા કરી છે. અન્ય પ્રાણીઓને પણ તેણે ક્રૂર બનાવ્યાં છે. સૌંદર્યની લાલસા, પ્રસાધન, સાજ-સજાવટ, આરામની ઝંખના આ તમામના મૂળમાં લોભ જ છે. આ વૃત્તિઓએ આ જગતને અત્યંત કુરૂપ બનાવી મૂકયું છે.
' આ જગત ત્રસ પ્રાણી છે અને ત્રણ પ્રાણી જગત છે. એમ કહેવું જોઈએ કે આ જગતનો, આ લૌકિક વ્યવસ્થાનો વિકાસ ગતિ થકી થયો છે. જો ગતિ ન હોત તો વિકાસ ન થયો હોત. જો બેપગાં, ચારપગાં પ્રાણીઓ ન હોત, સરીસૃપ (સાપ વગેરે) ન હોત, પક્ષીઓ ન હોત, વિશ્વમાં માત્ર સ્થાવર પ્રાણીઓ જ હોત, જંગલ, પહાડ અને તળાવો જ હોત તો સૃષ્ટિવિકાસનો કોઈ ક્રમ ન હોત. જે ક્યાં છે તે ત્યાં જ રહેત. ન ઘોડા-ગાડી હોત, ન રથ હોત. પ્રાચીન સભ્યતા પણ ન હોત. વર્તમાન યુગમાં પણ ન વિમાન હોત, ન રેલવે હોત કે ન બસો હોત. જગત ઉપર વનસ્પતિજગતનું એક માત્ર સામ્રાજ્ય હોત. વિકાસની પ્રક્રિયા : મૂળતત્ત્વ વિકાસની પ્રક્રિયાનો મૂળ આધાર ગતિ છે. બીજી રીતે એમ કહી
– અસ્તિત્વ અને અહિંસાને ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org