________________
હોય છે. તેનો ક્યાંય અંત નથી હોતો. આ સત્યથી સામાન્ય લોકો પણ પરિચિત હોય છે. રાજસ્થાની ભાષાનો એક પ્રસિદ્ધ દુહો છે :
તન કી તૃષ્ણા તનિક હૈ, તીન પાવ કે સેર,
મન કી તૃષ્ણા અનંત હૈ, ગિલે મેર કા મેર. આવશ્યક્તાનો પ્રશ્ન
વર્તમાન જગતમાં જે સત્યનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે તેનાથી આ સત્ય અલગ છે. આવશ્યકતાની પૂર્તિને અનુચિત માની શકાય નહિ, પરંતુ પ્રશ્ન એ છે કે માનવીની શારીરિક આવશ્યકતાઓ કેટલી છે? તે અત્યંત સીમિત છે. જો આવશ્યક્તાના આધારે ચાલવામાં આવ્યું હોત તો જગત સામે પર્યાવરણનું સંકટ પેદા થયું ન હોત, પર્યાવરણની સમસ્યાથી સમગ્ર વિશ્વ સંત્રસ્ત થયું ન હોત. માણસે તનની તૃષ્ણાની જગાએ મનની તૃષ્ણાને બેસાડી દીધી. જ્યારે મનની તૃષ્ણા જાગી જાય છે, ત્યારે આવશ્યક્તાઓ વધતી જાય છે. તૃષ્ણા અને ઇચ્છાનો ક્યારેય અંત નથી આવતો, તેની કોઈ સીમા નથી હોતી. મહાવીરે કહ્યું, “ઇચ્છા હું આગાસસમા અંણતિયા – ઇચ્છા આકાશની જેમ અનંત છે. જ્યારે ઇચ્છા અનંત અને અસીમ બની જાય છે ત્યારે વિનાશ અવયંભાવી બની જાય છે. વિરામ ક્યાં હશે?
આજે જગત વિનાશના આરે આવીને ઊભું છે. એનું કારણ છે અર્થશાસ્ત્રનો વિચાર્યા-સમજ્યા વગરનો સિદ્ધાંત. અર્થશાસ્ત્રનો ખ્યાલ છે કે ઇચ્છા જેટલી વધશે, એટલું ઉત્પાદન પણ વધશે. જેટલું ઉત્પાદન વધશે એટલી સમૃદ્ધિ પણ વધશે. આ સિદ્ધાંતે ખરેખર વિનાશને આમંત્રણ આપી દીધું છે. જો અર્થશાસ્ત્રનો આવો સિદ્ધાંત ન હોત તો ઇકોલોજીના સિદ્ધાંતની જરૂર જ ન હોત. આજે સૃષ્ટિ-સંતુલન માટે અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. લોકો ઇચ્છે છે કે સૃષ્ટિનું સંતુલન ડહોળાઈ ન જાય. પરંતુ જ્યાં સુધી અર્થશાસ્ત્રનો આ સિદ્ધાંત વ્યક્તિના જીવનવ્યવહારને ચલાવતો રહેશે ત્યાં સુધી સૃષ્ટિસંતુલનની ચિંતાનું સમાધાન મળી નહિ શકે. સૃષ્ટિ સંતુલન માટે, પર્યાવરણ માટે અર્થશાસ્ત્રની વર્તમાન સમજણ બદલવી પડશે. તેને બદલ્યા વગર આ સમસ્યાઓને ઉકેલી નહિ શકાય. ઇચ્છા વધારો, ઉત્પાદન વધારો.” આ ખોટા ખ્યાલને કારણે જ
---- – અસ્તિત્વ અને અહિંસા ૪૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org