________________
ઓછી કરો, પદાર્થો અને જળનો ઉપયોગ મર્યાદિત કરો. વેજ્ઞાનિક સ્તરે થતી આવી ચેતવણીઓ છતાં બધું એવું ને એવું ચાલી રહ્યું છે. તમામ લોકો એવું જ કરી રહ્યા છે, સરકારો પણ એવી જ રીતે ચાલી રહી છે. પૈસાનો લોભ સરકારને પણ છે, પ્રજાને પણ છે, ઠેકેદારોને અને અધિકારીઓને પણ છે. પૈસાના આ ચક્કરમાં લોભ અને અસંયમના ચક્કરમાં બધા ફસાયેલા છે. પર્યાવરણ પ્રદૂષણ પ્રત્યે ખૂબ ચિંતા વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ તેની ક્રિયાવિતિની કોઈને પરવા નથી. જ્યાં સુધી અહિંસા અને સંયમનો માર્ગ સમજાશે નહિ ત્યાં સુધી પર્યાવરણની વાત સમજાશે નહિ, પર્યાવરણની સમસ્યા હલ થશે નહિ.
પાંચમા કાળખંડની કાળ-અવધિ છે – એકવીસ હજાર વર્ષ. ક્યાંક કાળની ઉદીરણા ન થઈ જાય, એકવીસ હજાર વર્ષ પછી આવનારી સ્થિતિ એકવીસમી સદીમાં જ ન આવી જાય ! કારણ કે વૈજ્ઞાનિક ઉદ્ઘોષણા છે કે એકવીસમી સદીનો મધ્યકાળ જગત માટે ભયંકર બની રહેશે. તેમાં માત્ર થોડાંક જ વર્ષ શેષ છે. જે પેઢી આજે જન્મી રહી છે તેણે એ ભયાનકતામાંથી પસાર થવું પડશે. જો આપણે નહિ સુધરીએ તો સામે દેખાતું જોખમ ભયાનક બની જશે. શક્ય છે કે કાળની ઉદ્દીરણા થઈ જાય. કાળ કર્મની ઉદીરણામાં નિમિત્ત બને તો શક્ય છે કે કદાચ કર્મ પણ કોઈક કોઈક વખત કાળની ઉદીરણામાં નિમિત્ત બની જાય. સમાધાન સૂત્ર
આ સમસ્યાનાં જે સમાધાન સૂત્રો છે તે અત્યંત મહત્ત્વનાં છે. જૂના લોકો કહેતા હતા કે પાણીને ઘીની જેમ વાપરો. એવો ખ્યાલ હતો કે અસંખ્ય જીવો મરે છે ત્યારે પાણીનું એક ટીપું ઉપયોગમાં આવે છે. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. ધર્મનું તત્ત્વ સમજાવતી વખતે બાળકોને કહેવામાં આવતું હતું કે, જુઓ ! એક ગ્લાસ પાણીમાં તમારાં કેટલાં માબાપ છે ! એનો અર્થ એ હતો કે અનંતકાળથી પરિભ્રમણ કરતાં કરતાં જીવે કેટ-કેટલાં માબાપ બનાવ્યાં છે ! જેમની હિંસા કરવામાં આવે છે, તેમાં કોણ જાણે કેટલા જૂના પૂર્વજો પોતાના હશે ! આવી વાતો કહીને પાણીનો ઘીની જેમ ઉપયોગ કરવાનું રહસ્ય સમજાવામાં આવતું હતું. રૂપચંદજી શેઠિયા જેવા લોકો પચાસ તોલાથી વધુ પાણી ઉપયોગમાં લેતા નહોતા. જૂની પેઢીના લોકો અડધી ડોલ પાણીથી સ્નાન
– અસ્તિત્વ અને અહિંસા - ૩૯ --~--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org