________________
તમ થઈ જશે. સમગ્ર ભૂમિ તપી ઊઠશે. અંગારા ઉપર ચાલવાનું અને જમીન ઉપર ચાલવાનું એકસરખું લાગશે. - ભગવતીસૂત્રનું આ વર્ણન શું પરમાણુ યુદ્ધ દ્વારા પેદા થનારી સ્થિતિનું વર્ણન તો નથી ને ? તેમણે અગાઉથી એ શી રીતે જોયું કે આવું કશુંક બનવાનું છે ? આજે જે ચાલી રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે માનવી બરાબર એ જ દિશામાં આગળ વધી રહ્યો છે. આજના વૈજ્ઞાનિકો અને રાજનેતાઓ હિંસાની દિશામાં જઈ રહ્યા છે. એનો અર્થ એ જ છે કે તેઓ મોતની દિશામાં જઈ રહ્યા છે અને જાણી જોઈને આંખમીંચામણાં કરી રહ્યા છે, પોતાની જાત સાથે પ્રપંચ આચરી રહ્યા છે. છેતરાઈ રહ્યો છે માણસ
માલિકે નોકરને કહ્યું કે આ કવર લઈ જા અને તેની ઉપર ટિકિટ લગાડીને પોસ્ટઓફિસમાં પોસ્ટ કરી આવ. નોકરે પાછા આવીને માલિકને કહ્યું કે લો આ ટિકિટ !
માલિકે પૂછ્યું કે આ ટિકિટ કેમ લાવ્યો? શું કવર પોસ્ટ ના કર્યું? નોકર બોલ્યો કે મેં કવર પોસ્ટ કરી દીધું છે. તો પછી આ ટિકિટ ક્યાંથી લાવ્યો ?
જ્યારે હું કવર પોસ્ટ કરી રહ્યો હતો ત્યારે પોસ્ટમાસ્ટરનું ધ્યાન બીજી તરફ હતું એટલે મેં ટિક્ટિ ન લગાડી. ટિકિટ વગર જ કવર પોસ્ટ કરીને મેં ટિકિટ બચાવી લીધી !
માણસ બીજાને છેતરવા ઇચ્છે છે પરંતુ તે એમ નથી વિચારતો કે એ પોતે જ છેતરાઈ રહ્યો છે. ટિકિટ લગાડ્યા વગરનું કવર નોટપેડ ગણાય છે. તેને છોડાવવા માટે ટિકિટની કિંમત કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે. સવાલ છે કે છેતરાયું કોણ : માલિક કે પોસ્ટમાસ્તર? હકીકતમાં માણસ પોતાને જ છેતરી રહ્યો છે, બીજાઓને નહિ. તેનામાં એ પ્રવૃત્તિ વધી રહી છે, તે પોતાને છેતરતો જાય છે. મૂચ્છ એટલી બધી પ્રબળ છે કે માણસ સમજવા છતાં સમજતો નથી ! કાળની ઉદીરણા ન થઈ જાય
આજે તમામ વૈજ્ઞાનિકો ભવિષ્ય અંગે ચિંતિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના લોકો અવારનવાર એવી જાહેરાત કરે છે કે જંગલોની કતલ
––– અસ્તિત્વ અને અહિંસા - ૩૮ --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org