________________
કરી લેતા હતા. આજકાલ તો એમ કરવામાં સમજદારીની વાત માનવામાં આવતી નથી. જ્યાં સુધી વ્યક્તિ નળ નીચે ન બેસી જાય, દસ-વીસ ડોલ પાણી શરીર ઉપર ન વેડફે ત્યાં સુધી સારું સ્નાન થતું નથી ! કેટલો બધો અસંયમ!
આજે અસંયમ કેટલો બધો વધી ગયો છે ! દરેક વાતમાં અસંયમ છે. વીજળીનો કેટલો બધો અનાવશ્યક ઉપયોગ થઈ રહ્યો છે ! લાઈટ કરવામાં આવે છે અને તે આખી રાત બળતી રહે છે. શું આખી રાત બત્તીનો પ્રકાશ જરૂરી હોય છે ખરો ? પંખો ચાલે છે અને દિવસ-રાત ચાલતો રહે છે. શું આ અસંયમ નથી ? વીજળી બળે તો રાત દિવસ બળે અને પાણી વહે તો રાત દિવસ વહે ! કેવો પ્રબળ છે અસંયમ ! આવી સ્થિતિમાં ઓઝોનનું છત્ર કેમ ન તૂટે? કાર્બનનું પ્રમાણ કેમ ન વધે? ઓક્સીજનમાં ઊણપ કેમ ન આવે? પર્યાવરણનું સંતુલન કેમ ન બગડે ? સંકલ્પ કરીએ
આપણે આ સચ્ચાઈને સમજીએ. ભગવાન મહાવીરે કહ્યું કે આ સચ્ચાઈ જાણીને મેઘાવી પુરુષે એવો સંકલ્પ કરવો જોઈએ કે મેં હિંસા અને અસંયમ ખૂબ કર્યા. હવે હું એમ નહિ કરું. હું હવે અહિંસા અને સંયમની સાધના કરીશ. જેમ જેમ આ સંકલ્પ પ્રબળ બનશે શક્તિશાળી બનશે તેમ તેમ વ્યક્તિમાં પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે. જેમ જેમ સંયમ વધશે, અસંયમ ઘટશે તેમ તેમ મુશ્કેલીઓ ઓછી થશે.
એક અફસરનું કદ ખૂબ નાનું હતું. ઑફિસના એક કર્મચારીને તેનો એક મિત્ર મળવા આવ્યો. એણે પૂછયું કે અફસર કોણ છે ? કર્મચારીઓ સામે બેઠેલી વ્યક્તિ તરફ સંકેત કર્યો. મિત્ર બોલ્યો કે, અરે ! આ તો ખૂબ નાનો છે ! કર્મચારીએ કહ્યું કે મુસીબત જેટલી નાની હોય એટલું સારું ! વર્તમાન સંદર્ભમાં
આપણે જેટલો સંયમ કરીશું, સમસ્યા એટલી નાની બનતી જશે, એ લાંબી નહિ બને, ભયંકર અને વિકરાળ નહિ બને. જો આજે ખરેખર વિશ્વને પર્યાવરણ-સંતુલનની ચિંતા હોય, તેના થકી આવનારાં પરિણામોની ચિંતા હોય તો એ માટે ધર્મનો પાઠ, અહિંસા અને સંયમનો
-----અસ્તિત્વ અને અહિંસા - ૪૦ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org