________________
આશ્રવ અને અનુબંધ
૧૩ છે ત્યારે નિદ્ધત કક્ષા સુધી બંધાય છે અને તેમાં ફેરફાર થઈ શકે છે; નિકાચિત તો પછી થાય છે. નિકાચિત કર્મોમાં ફેરફાર કરવા તો શ્રેણી જ માંડવી પડે. જેની પાસે પરિશુદ્ધ આજ્ઞાયોગ દઢ છે તે જીવ, તીવ્ર મિથ્યાત્વથી નરકમાં જવા યોગ્ય બાંધલાં દાણ વિપાકવાળાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને, નિષ્ફળ કરી શકે છે.
પરિશુદ્ધ આજ્ઞાયોગ: ભાવથી છેકે ગુણસ્થાનકે-નિરતિચાર સાધુપણું, તે પણ દીર્ઘકાળ પાળતાં પરિશુદ્ધ આજ્ઞાયોગ દઢ બને છે. આ કક્ષાએ પહોંચેલ આત્માને વિદ્યા-તત્ત્વપૂર્વકનો સદ્ધોધ હોય છે, તેને કેવળીના ઉપદેશની પણ જરૂર નથી.
અધ્યવસાયથી બધા કર્મોમાં ફેરફાર થાય છે. જે અધ્યવસાયને Command. (નિયંત્રિત) કરે છે તેને આ બધું પ્રાપ્ત થાય છે. તમે શું કરો છો? થોડો ઘણો ધર્મ કરો, તેનાથી થોડી પુણ્યપ્રકૃતિ બંધાય અને તે પણ પોકળ, તત્ત્વજ્ઞાન ધર્મનો પ્રાણ છે. માટે વર્ષો સુધી, મરો નહીં ત્યાં સુધી તમારા માટે ધર્મ શ્રવણ કરવાનું લખ્યું છે. “મારી ક્રિયા, પ્રવૃત્તિ, ચેષ્ટા તે જ યોગ છે. તેનાથી જ આશ્રવ છે. તો મારે શું કરવું?” તેમ વિચારો.
પરિણામ પામેલું એક સૂત્ર પણ મોક્ષનું કારણ બને છે. અપરિણત એવું લાખો સૂત્રોનું જ્ઞાન પણ મોક્ષનું કારણ નથી. જ્ઞાનને આત્મામાં પચાવવાની જરૂર છે. જૈનશાસનમાં કોરા જ્ઞાનની કોઈ કિંમત નથી, પરિણત જ્ઞાનની જ કિંમત છે. જ્ઞાનની જ્ઞાનમાં સાર્થકતા નથી, એના પરિણમનમાં સાર્થકતા છે.
વિજ્ઞાન એ પુદ્ગલના પર્યાય શોધ્યા કરે છે, જ્યારે ભગવાન કહે છે, હે જીવ! તું આત્માના પર્યાય શોધ. ક્યાં આત્મરમણતા? અને ક્યાં આ પુદ્ગલાભિનંદીપણું? અહીં Spiritualism (અધ્યાત્મવાદ) છે અને સંસારમાં Materialism (ભૌતિકવાદ કે જડવાદ) છે. હાસ્યરમણતા તે મોહનીયનું કારણ છે. સ્વરૂપથી વૈરાગ્ય છે તે વીતરાગતાનો અંશ છે. વીતરાગતા એ તો તમને દીવેલ પીધા જેવું મોટું લાગે ને? ૪, ૧૬, ૬૪ કષાયોએ આત્માના શુદ્ધ સ્વભાવને Seal (કુંઠિત) કરી દીધેલ છે. તમને કષાયોમાં અને વિષયોમાં જ સુખ દેખાય છે. તમને જે સુખ છે તે અશાંતિનું સુખ છે. તમને શાંત બેસવું ગમે ? વિષયોની ઇચ્છાનો અભાવતે શાંતિ. મુનિઓ જ શાંત, ઉપશાંત અને પ્રશાંતતાના આનંદનો ફુવારો માણી શકે છે. તમે તો સદા અશાંત : ભોગવતાં પહેલાં અશાંત, ભોગવતાં પણ અશાંત અને ભોગવ્યા પછી પણ અશાંત; જ્યારે ભગવાન તો સદા શાંત હતા. સમકિતીને
(૧) વીતરાગતા સંપૂર્ણ રાગ રહિતપણું. તેમાં રાગ-દ્વેપ બંનેનો સર્વથા ક્ષય હોય છે. (૨) વિષયો : જુઓ પરિશિષ્ટ - પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org