Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 178
________________ આશ્રવ અને અનુબંધ ૧૬૭ ત્યાં કહ્યું છે કે, કાં તું સ્વયં ગીતાર્થ બન, નહિતર તું ગીતાર્થની નિશ્રાએ રહે. ગીતાર્થ કહે, તું આ ભાવ કર, આ ભાવ ના કર.” તમે Rationaly Convince થાઓ(તર્કસંગત સમજદારીથી વિશ્વાસ બેસાડો) તો તેનાથી બળ આપોઆપ મળે. સમકિતીને અંદરથી બળ મળે. માપતુષમુનિનો બોધ સૂક્ષ્મ છે, પણ નવ પૂર્વવાળા જેટલો સૂક્ષ્મ બોધ નથી, પણ તેમને સમકિતની પ્રતીતિ છે. એક દ્રવ્યની બીજા દ્રવ્ય ઉપર અસર ન માનો તો આશ્રવ થાય ખરો? આત્મા અશુદ્ધ બને ખરો? કેમ કે આત્મા કર્મ-પાપથી અશુદ્ધ થાય છે, અને કર્મ કાઢ્યા વિના આત્મા શુદ્ધ થાય ખરો? માટે આ બધું મૂળથી વિચારવું પડે. તત્ત્વ શું? પંચાસ્તિકાય શું? પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ નિશ્ચયથી પરિણમનશીલ છે, જયારે વ્યવહારથી પાંચે અસ્તિકાય પરિણમનશીલ છે. તે પૈકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પર દ્વારા પરિણમનશીલ છે અને જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સ્વયંથી પરિણમનશીલ છે, એમ વિચારો. પછી એકબીજા ઉપર તેની અસર શું છે? તેનો ઊહાપોહ કરો. બુદ્ધિના આઠ ગુણ પૈકી ઊહાપોહથી જ તત્ત્વનિર્ણય થાય. જીવ તેના Level(ભૂમિકા) પ્રમાણે વિચારે કે, આ કઈ રીતે ઘટે ? આની દલીલો શું છે ? આવિર્ભાવ(પ્રગટ થવું તે), તિરોભાવ(અદશ્ય થવું તે) શું છે? એમ વિચારતાં વિચારતાં ઊહાપોહ થતાં ક્ષયોપશમ વધે, અને વધારે ને વધારે તેને દર્શન થતું જાય. તેને થાય કે પદ્રવ્યની પદ્રવ્ય પર અસર ન માનો તો કાર્યકારણભાવથી વ્યવહાર ન ઘટે, અને વ્યવહાર ન ઘટે તો પ્રવૃત્તિ ન થાય; પણ સંસારમાં તો પ્રવૃત્તિ દેખાય છે, માટે ચોક્કસ પદ્રવ્યની પદ્રવ્ય પર અસર છે, તે સત્ય છે. તમારા માથામાં જ Laboratory (પ્રયોગશાળા) છે, તેને સાથે લઇને ફરો ને ઊંડા ઊતરો. આપણો ધર્મ કપ-છેદ-તાપ બધી કસોટીઓમાંથી પસાર થયેલ છે. તમારા સંસારનું Result(ફળ) શું? Science (વિજ્ઞાન)ની Range(પાંચ)નો આપણે વિચાર કરીએ, તો તે પુલમાં જ આવિષ્કાર કરીને ભૌતિક Comfort (સુખચેન-સગવડ) આપશે; તેમાં પણ ભૌતિક બરબાદી થઇ, તે કિંમત ચૂકવીને જ તમે ભૌતિક પ્રગતિ કરી. ઓસ્ટ્રેલિયામાં Ozon વાયુની અસર છે. Ozon વાયુના સ્તરમાં ગાબડું પડ્યું, તેથી ઊભા થયેલા આ Polluted (પ્રદૂષિત) વાતાવરણમાં શાંતિથી મરાય પણ નહીં. જીવો અસમાધિથી મરે. શાંતિથી જીવાય પણ નહીં. હવે કેન્સરના પેશન્ટ ધડાધડ વધશે. physically unbearable (શારીરિક રીતે સહન ન કરી શકાય તેવું) થાય તો સમાધિ ગઈ, અને સમાધિ ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200