Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૨ પરિશિષ્ટ - ૨ : લેશ્યા ઃ કર્મબંધમાં સૌથી વધારે જેનું મહત્ત્વ છે ને રસબંધનો જેની પર આધાર છે તે લેશ્યા, એ એક પ્રકારના દ્રવ્યસમૂહને લીધે આત્માનો પરિણામવિશેષ (અધ્યવસાય) છે. તેના બે પ્રકાર (૧) દ્રવ્યલેશ્યા : આત્માએ ગ્રહણ કરેલ લેશ્યાને યોગ્ય પુદ્ગલ દ્રવ્યનો સમૂહ તે દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા : દ્રવ્યલેશ્યાને લીધે થતા આત્માના પરિણામવિશેષને (અધ્યવસાયને) ભાવલેશ્યા કહે છે. દ્રવ્યલેશ્યા છ પ્રકારની છે. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્મ અને (૬) શુક્લ. દ્રવ્યલેશ્યાને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, પણ તે એટલા બધા સૂક્ષ્મ હોય છે કે સ્થૂલ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. પરિશિષ્ટ ભાવલેશ્યા શુદ્ધિની અપેક્ષાએ બે પ્રકારની છે, (૧) વિશુદ્ધ ઃ તેજો, પદ્મ અને શુક્લ લેશ્યાથી થતો આત્મપરિણામ શુદ્ધ ગણાય છે, અને (૨) અવિશુદ્ધઃ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાથી થતો આત્મપરિણામ અશુદ્ધ ગણાય છે. સંક્લેશની અપેક્ષાએ ભાવલેશ્યા છ પ્રકારની છે. (૧)તીવ્રતમ (૨) તીવ્રતર (૩) તીવ્ર (૪) મંદ (૫) મંદતર (૬) મંદતમ. લેશ્યા સમજવા જાંબુફળ ખાવાની ઇચ્છાવાળા છ પુરુષોનું દૃષ્ટાંત આવે છે, જેમાં પહેલો કહે છે જાંબુવૃક્ષને “મૂળથી કાપો,’” બીજો કહે ‘‘મોટી ડાળી કાપો,” ત્રીજો કહે “નાની ડાળી કાપો,’’ ચોથો કહે “ગુચ્છા તોડો,” પાંચમો કહે “જાંબુ જ તોડો,’” અને છઠ્ઠો કહે “ભૂમિ પર રહેલાં જાંબુ જ વીણો.’’ આ દૃષ્ટાંત સામાન્યથી તે જીવોની પ્રકૃતિ કેવી હોય છે તે બતાવે છે. (૧) કૃષ્ણલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે મન, વચન અને કાયાથી અસંયમી, છ કાયની હિંસાથી નહીં વિરમેલો, પાપકાર્યોમાં સાહસિક, ક્ષુદ્ર, ક્રૂર, અજિતેન્દ્રિય, સર્વનું અહિત કરનારો અને કુટિલ ભાવનાવાળો હોય. (૨) નીલલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે ઇર્ષ્યાળુ, કદાગ્રહી, તપ નહિ આદરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, લંપટ, દ્વેષી, રસલોલુપી, શઠ, પ્રમાદી, સ્વાર્થી, આરંભી, ક્ષુદ્ર અને સાહસિક હોય. (૩) કાપોતલેશ્યાના પરિણામવાળો પુરુષ સામાન્ય રીતે વાણી અને વર્તનમાં વક્ર, માયાવી, અભિમાની, પોતાના દોષોને છુપાવનાર, પરિગ્રહી, ગુણઅનાર્ય, મિથ્યાદષ્ટિ, ચોર, અને કઠોરભાષી હોય. (૪) તેજોલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે નમ્ર, અચપલ, અકુતૂહલી, વિનીત, દાની, તપસ્વી, યોગી, ધર્મપ્રેમી, પાપભીરુ, અને કલ્યાણનો ઇચ્છુક હોય. (૫) પદ્મલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે અલ્પક્રોધ-અલ્પમાનઅલ્પમાયા-અલ્પલોભવાળો, શાંતચિત્ત, દમિતેન્દ્રિય, તપસ્વી, યોગી, અલ્પભાષી, અને ઉપશમ રસમાં ઝીલનારો હોય. (૬) શુક્લલેશ્યાના પરિણામવાળો પુરુષ સામાન્ય રીતે શાંત ચિત્તવાળો, દમિતેન્દ્રિય, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી સહિત અને રાગ-દ્વેષ વિનાનો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200