Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૪ (૧૭) ધર્મ : આત્મપ્રદેશોમાં થતા કર્યસમૂહના નવા આગમનને રોકી, પુરાણા વળગી રહેલા કર્મસમૂહને આત્મપ્રદેશોમાંથી છૂટા પાડી, આત્માને સર્વથા કર્મબંધરહિત બનાવવાનો વિવિધ રીતે થતો જીવનો જે પ્રયત્ન, તેને ધર્મ કહેવાય છે; અને એવા ધર્મ દ્વારા અંતે આત્માની વિશુદ્ધતાને પ્રાપ્ત કરવી તેને મોક્ષ કહેવાય છે. પરિશિષ્ટ સામાન્ય વાચક પણ પૂજ્યશ્રીના તત્ત્વગંભીર એવા આ પ્રવચનોને તેના યથાર્થ સંદર્ભમાં સમજી આત્મકલ્યાણ કરી શકે તે આશયથી પ્રવચનકારે ઉપયોગ કરેલ અંગ્રેજી શબ્દોના મર્મનો ગુજરાતીમાં ઉલ્લેખ તથા તેમાં વપરાયેલ જૈન ધર્મના કેટલાક પારિભાષિક શબ્દોની આછી સમજ યા તેના વિષે સામાન્ય માહિતી જે તે ઠેકાણે જે તે શબ્દની પાસે કૌંસમાં અથવા જે તે શબ્દને Italics અક્ષરોમાં છાપી તેની પાસે ક્રમ નંબર લખી તે ક્રમમાં જે તે પાનાના અંતે અથવા પુસ્તકના અંતે પરિશિષ્ટરૂપે આપવા પ્રયાસ કર્યો છે, જેનું સંકલન જિનશાસનના કેટલાક જ્ઞાનરસિક સભ્યોના સહયોગથી શ્રી ગિરીશભાઈ રમણલાલ શાહે કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200