Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૪ બુદ્ધિના ચાર પ્રકાર : (૧) ઔત્પાતિડીબુદ્ધિ :- તે તે કાર્યપ્રસંગને અનુલક્ષી સ્વાભાવિક એકાએક ઉત્પન્ન થાય. (૨) વૈનચિકીબુદ્ધિ :- ગુરુ આદિના વિનયથી ઉત્પન્ન થાય તે. . પરિશિષ્ટ (3) કાર્મિડીબુદ્ધિ :- કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થાય તે. દા.ત. લુહાર, સુથાર, વેપારી વગેરેની બુદ્ધિ. (૪) પારિણામિડીબુદ્ધિ :- પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાકથી ઉત્પન્ન થાય છે તે. (“તત્ત્વજ્ઞાન તરંગિણી’’માંથી સાભાર) પરિશિષ્ટ - ૪ આયુષ્યને લાગતા સાત પ્રકારના ઉપઘાત (૧) પ્રબળ અધ્યવસારાથી ઃ- અત્યંત કામાસક્તિ કે સ્નેહાસક્તિ હોય અને પ્રિયપાત્રનો વિયોગ થાય તો તેના આઘાતથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૨) નિમિત્તથી :- શસ્રાદિના પ્રહારથી, વિષપાનથી કે દંડ-ચાબુક વગેરેના સખત પ્રહારથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૩) આહારથી :- અતિ અલ્પ આહારના કારણે શરીર કૃશ થવાથી, સ્નિગ્ધ આહારના કારણે રોગાદિ થવાથી, ભારે, ઘણો અને અહિતકર આહાર કરવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૪) વેદનાથી :- શૂળ વગેરે વ્યાધિની પીડાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૫) પરાઘાતથી :- બીજા તરફથી થયેલા આઘાતથી, ઊંડા ખાડા વગેરેમાં પડવાથી કે પર્વત ઉપરથી ઝંપાપાત કરવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. Jain Education International (૬) સ્પર્શથી :- ચામડીને તાલપુટવિષનો, અગ્નિનો, ભયંકર સર્પાદિક ઝેરી વસ્તુનો કે વિષકન્યાદિનો માત્ર સ્પર્શ થવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૩) આપ્રાણથી :- ગળે ફાંસો ઘાલવાથી, શ્વાસનું રુંધન થાય અથવા નાક કે ગળામાં કોઇ આડખીલી ઊભી થવાથી કે રોગાદિને કારણે શ્વાસનું રુંધન થવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (“તત્ત્વજ્ઞાન તરંગિણી’’માંથી સાભાર) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200