Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 186
________________ પરિશિષ્ટ ૧૭૫ પરિશિષ્ટ - ૫. ઇન્દ્રિયોના વિષયો તથા કપાય અને નોકપાય વિષય અને ક્યાય શબ્દનો ઉપયોગ જૈન સાહિત્યમાં પ્રચુર માત્રામાં જોવા મળે છે. સમગ્ર સંસારનો સરવાળો વિષય-કપાય બેમાં આવી જાય છે. આ શબ્દોને તેમના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સમજવા પ્રયાસ કરીએ. સંસારમાંથી જયાં સુધી જીવનો મોક્ષ થતો નથી, ત્યાં સુધી તેને શરીરનો વળગાડ છે. સંસારમાં જીવ પોતાના કર્માનુસારે શરીરમાં એક યા અધિક ઇન્દ્રિયોને પામે છે. એક ઇન્દ્રિયવાળાને માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે, બે ઇન્દ્રિયવાળાને પહેલી સ્પર્શનેન્દ્રિય અને બીજી રસનેન્દ્રિય હોય છે. તેમ ક્રમશઃ પાંચે સમજવી. આ દરેક ઇન્દ્રિયોને પાછા પોતાના સ્વતંત્ર વિષયો છે. આ પાંચે ઇન્દ્રિયોના મળીને કુલ ૨૩વિષયો બતાવ્યા છે. આ પાંચે ઇન્દ્રિયો અને તેમના વિષયોની યાદી ક્રમશઃ નીચે મુજબ છે. (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી) :- તેના આઠ વિષયો (યાને કે સ્પર્શના આઠ પ્રકારો) (૧) હલકું (૨) ભારે (૩) ખરબચડું (૪) લીસું (પ) ઊનું (૬) ઠંડું (૩) ચીકણું અને (૮) લૂખું. (૨) રસનેન્દ્રિય (જીભ) - તેના પાંચ વિષયો (૯) કડવો (૧૦) તીખો (૧૧) ગળ્યો (૧૨) ખારો (૧૩) અને ખાટો એ પાંચ રસ. (૩) ઘ્રાણેન્દ્રિય (નાક) - તેના બે વિષયો તે (૧૪) સુગંધ અને (૧૫) દુર્ગધ. (૪) ચક્ષુઇન્દ્રિય (આંખ) - તેના પાંચ વિષયો તે (૧૬) લાલ (૧૭) પીળો (૧૮) કાળો (૧૯) ધોળો અને (૨૦) લીલો એ પાંચ વર્ણ-રંગ. (૫) શ્રોબેન્દ્રિય (કાન)ના ત્રણ વિધ્યો (ર૧) સચિત્ત શબ્દ (૨૨) અચિત્તશબ્દ અને (૨૩) મિશ્રશબ્દ. રાગ-દ્વેષથી આ વિષયોમાં લેપાવું નહીં પરંતુ ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. તે ગુણ છે. આ ૨૩ વિષયોમાં જડ જગતમાં ઇન્દ્રિયગમ્ય જેટલી બાબતો છે, તે દરેકનો સમાવેશ થઇ જાય છે. સામાન્ય રીતે જીવ ભૌતિક સુખની લોલુપતા ભૂખને સંતોષવા માટે પોતાની ઇન્દ્રિયોને આ ર૩ વિષયોમાં પ્રવર્તાવી અનુકૂળ લાગતા વિષયોમાં રાગ અને પ્રતિકૂળ લાગતા વિષયોમાં પના પરિણામ કરે છે, જેના કારણે નોકષાયોનો અને કષાયોનો ઉદ્રક (શાંત હોય, ઉદયમાં ન હોય તેવા કર્મો-કષાયોને નિમિત્ત પામીને ઉદયમાં લાવવાં તે) થાય છે અને તેને અનુરૂપ જીવ કર્મો બાંધે છે. કષ એટલે સંસાર અને આય એટલે લાભ, યાને કે જેનાથી સંસારવૃદ્ધિ થાય તે કપાય; અને કપાયને ઉપજાવે કે કપાયના સહચારી , કષાયના પ્રેરક તે નોક્યાય, શાસ્ત્રોમાં નવ પ્રકારના નોકષાયનું વર્ણન આવે છે, તે સંક્ષેપથી આ પ્રમાણે જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200