Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 180
________________ આશ્રવ અને અનુબંધ ૧૬૯ છે; જે અર્થથી તો નિત્ય છે, તીર્થકરો તો શબ્દથી આપે છે. અનુભવજ્ઞાન થાય એટલે ભગવાને કહ્યો છે તેવો જ આ સંસાર, સંજ્ઞાઓથી અને કષાયોથી લુષિત દેખાય છે. ધર્મ શરૂમાં કઠણ લાગે છે, પણ જેવું તમારું કાંઈક ચૈતન્યનું સ્તર આવ્યું એટલે તરત સંસાર કઠણ બને છે અને ધર્મ સુલભ લાગે છે. ભૂમિકા આવશે તો સાધનામાર્ગ ઉપર તમે ચઢી ગયા સમજો. પછી તમને ઉત્તમ ચારિત્ર, ઉપશમમાં સુખ લાગશે; અઢાર પાપસ્થાનકો વિડંબનારૂપ લાગશે, તેમાંથી વિરક્ત થવામાં સુખ લાગશે. કષાયો ને વિષયોમાં પીડાનું વેદન ચાલુ થયું કે તમે ભાવથી મોક્ષમાર્ગ પર. ભાવથી મોક્ષમાર્ગ પર ચઢી ગયા પછી તમને બધું As it is reflec(જેવું છે તેવું પ્રતિભાસિત) થશે. ભગવાને કહ્યું તે જ પ્રતીતિમાં આવે તો સમજવાનું કે સાચો ક્ષયોપશમ થયો છે ને મોક્ષમાર્ગ પર જીવ ચઢી ગયો છે. જેવી આ પ્રતીતિ થઈ એટલે સમજવાનું કે દર્શનશુદ્ધિ થવા લાગી છે. પછી તો તે સ્વયં જોતો જશે ને ધર્મ કરતો જશે. સૂઝ બધી અંદરથી આવશે. અંદરથી ઉધાડ થવા માંડે, પછી તો તમે જેમ વેપારમાં ગણતરીબાજ છો, તેમ અહીં પણ ગણતરીબાજ થશો અને તમારી બધી પ્રવૃત્તિ ગણતરી કરીને ગોઠવતા જશો અને આગળને આગળ વધતા જશો. hardship (કઠણાઇ) બધી starting(શરૂઆત)માં જ છે. ચારિત્રમાં જેને સુખ દેખાય અને અચારિત્રમાં જેને દુઃખ દેખાય, તે નિયમા સમકિતી છે. જે groundwork (પાયો) તૈયાર કરીને આવે છે, તેને બધું સુલભ હોય છે. જે જન્મજન્માંતરના સાધક, તે તો પલકવારમાં મોક્ષ પામી જાય; જેમ કે બૂસ્વામી, કેટલો જબ્બરદસ્ત મમત્વનો ત્યાગ ! માબાપ, તથા ૬૪ કલાઓમાં પારંગત એવી આઠ-આઠ પત્નીઓનો ત્યાગ કર્યો ને સંયમ સ્વીકાર્યું, અને ચારિત્રમાં સુખ લાધતાં સંયમની સાધના કરી ૧૪ પૂર્વનું જ્ઞાન, કેવલજ્ઞાન પામીને મોક્ષે પહોંચ્યા. આગળ સાધના કરીને આવેલ હોવાથી જોતજોતામાં આગળ વધી ગયા. સાધના કરે તે જોતજોતામાં ક્યાંય આગળ વધી જાય. એક કરતાં બીજાનાં કર્મ અનંતગણો હોય, છતાં સત્ત્વ એટલું જાગે તો બધાં સાફ કરે. track(માર્ચ) મળ્યા પછી જીવનો વીર્યંતરાયનો ક્ષયોપશમ જાગે તો બધું ફળે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજયશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200